અમદાવાદમાં 15 વર્ષીય સગીરા પર અત્યાચાર ગુજારનારને 20 વર્ષની જેલ! સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી આકરી સજા

અમદાવાદમાં 15 વર્ષીય સગીરા પર અત્યાચાર ગુજારનારને 20 વર્ષની જેલ! સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી આકરી સજા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૫ વર્ષ અને ૫ માસની સગીર બાળકીનું અપહરણ કરી તેના પર અમાનુષી દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. કોર્ટે આરોપી સંજય પ્રદીપ સોરોનિયાને તમામ મુખ્ય ગુનાઓમાં દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે.

કેસની વિગતો મુજબ, આરોપી સંજય સોરોનિયા ૧૫ વર્ષ અને ૫ માસની સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. ત્યારબાદ તે સગીરાને બેંગલુરુ અને આસામ જેવા દૂરના રાજ્યોમાં લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે શહેરકોટડા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

જાહેરાત

કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો અને સજા

સ્પેશિયલ પોક્સો કોર્ટે સરકારી વકીલની દલીલો, સાક્ષીઓની જુબાની અને તબીબી પુરાવાઓને ધ્યાને રાખી આરોપીને પોક્સો એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ દોષિત જાહેર કર્યો હતો. પોક્સો એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. વિવિધ કલમો હેઠળ દોષિત ઠરતાં આરોપીને કુલ ₹25000 નો આર્થિક દંડ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર સગીરાને થયેલા શારીરિક અને માનસિક આઘાતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને ₹4 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આરોપીએ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત