Video: નર્મદા: જંગલ જમીન હક્કપત્રોના મુદ્દે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ, અધિકારીઓ પર આદિવાસીઓમાં ભાગલા પાડવાનો આક્ષેપ

સોર્સ: gstv

નર્મદા અને સાગબારા પંથકમાં બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિએ જંગલ જમીનના ૮૦ હજાર હક્કપત્રો આપવાની જાહેરાત વચ્ચે આ મુદ્દો ફરી ગરમાયો છે, કારણ કે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી ખેડૂતો આ હક્કપત્રોથી વંચિત રહેવાની આશંકા સેવાઈ રહી છે. એકલા સાગબારા તાલુકાની આશરે ૬૩૦ જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાથી ૨૦ થી ૨૫ વર્ષથી જમીન ખેડતા ખેડૂતોમાં ભારે રોષ અને ભીતિ જોવા મળી રહી છે. આ ગંભીર બાબતે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, જો ભરૂચ અને નર્મદાના આદિવાસીઓને સનદ નહીં મળે તો તે ચલાવી નહીં લેવાય...

આ સમાચાર શેર કરો

જાહેરાત