Video: ડીસા પાટણ હાઈવે રોડ નિર્માણથી મુશ્કેલી

ડીસામાં જૂના ડીસાથી પાટણ હાઈવે તરફ બની રહેલા નવા રસ્તાનું કામ સ્થાનિકો માટે મુશ્કેલીરૂપ બન્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. રસ્તાના નિર્માણ દરમિયાન ઉડતી ધૂળના કારણે આસપાસના લોકોના આરોગ્ય પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાસ કરીને અસ્થમા અને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂળના કારણે આંખોમાં બળતરા, એલર્જી અને ચામડીની સમસ્યાઓ થવાની પણ ભીતિ વ્યક્ત કરાઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દિવસ દરમિયાન માત્ર ત્રણથી ચાર ટેન્કર પાણીનો છંટકાવ કરવામાં આવે છે, તે પણ નિયમિત ન હોવાથી ધૂળ પર નિયંત્રણ આવતું નથી. ત્યારે સવાલ એ છે કે વિકાસના કામની સાથે લોકોના આરોગ્ય અને સુરક્ષાનું ધ્યાન કોન્ટ્રાક્ટર અને તંત્ર ક્યારે રાખશે?
જાહેરાત







