VIDEO: મોરબીના હળવદ-દેવળીયા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસે પલ્ટી મારી, 9 મુસાફરો ઈજાગ્રસ્ત
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મોરબીના હળવદ હાઈવે પર સર્જાઈ હતી. મોરબીના હળવદમાં મધરાતે ખાનગી ટ્રાવેલ્સની બસે પલ્ટી મારી હતી, આ દુર્ઘટનામાં 9 લોકોને ઈજા પહોંચી હતી.
આ બસમાં 56 મુસાફરો સવાર હતા
આ બસમાં 56 મુસાફરો સવાર હતા. મોરબીના હળવદના દેવળીયા પાસે મધરાત્રે 1.30 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરનો અચાનક સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસે પલ્ટી મારી હતી. ગાંધીનગરથી આ બસ ભૂજ જઈ રહી હતી, દુર્ઘટનાની જાણ થતાં જ લોકો મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને મોરબી સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
મોરબી સિવિલ ખસેડવામાં આવેલ ઈજાગ્રસ્તોનું લીસ્ટ
(1)પટેલ રાજેશભાઈ
(2) દીનાબેન
((3) બાજાજી સોમાજી
(4) શારદાબેન
(5)બાબુભાઈ
(6) રહિબેન
(7)મંગુબેન શિવાજી
(8) હુલીબેન
(9) મનજીબેન પ્રતાપભાઈ
દેવળીયા પાસે મધરાત્રે 1.30 કલાકે આ અકસ્માત સર્જાયો
બસના મુસાફરો અડાલજ અને ગાંધીનગરથી ધાર્મિક સ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સમદનસીબે આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી.

