Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Adopted son kills father after catching him in theft

દત્તક દીકરાએ ચોરીમાં પકડાતાં પિતાને ઉતાર્યા મોતને ઘાટ, 5 દિવસમાં 6 હત્યાથી સુરત બન્યું ક્રાઈમ કેપિટલ

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2024
લાઇવ ટીવીGoogle News
દત્તક દીકરાએ ચોરીમાં પકડાતાં પિતાને ઉતાર્યા મોતને ઘાટ, 5 દિવસમાં 6 હત્યાથી સુરત બન્યું ક્રાઈમ કેપિટલ

સુરત જાણે ક્રાઈમ કેપિટલ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. 5 દિવસમાં 6 હત્યા થઈ છે. ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોતાના સંતાન ન હોવાથી દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી અને ઘરમાંથી 90 હજાર રૂપિયા ચોરી કરી નાસી ગયો હતો. આરોપીએ ચોરીના પૈસાથી ફ્લાઇટ મારફતે કોલકાતા જવાનું આયોજન કર્યું, ફ્લાઇટથી કોલકત્તા પહોંચી પણ ગયો અને આખરે પોલીસે તેને CCTVના આધારે ઝડપી પાડ્યો હતો.

App Store

આ પણ વાંચોઃ 2500ના મોબાઈલ માટે યુવકને ઉતારાયો મોતને ઘાટ, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

ચોરી કરી હતી

મૃતક પરમેશ્વરદાસે વર્ષો પહેલા પોતાના સાળાના પુત્ર સાગરદાસને દત્તક લીધો હતો. સાગરદાસ પોતાના દત્તક પિતા સાથે રહેતો અને પોતાના બાળકની જેમ જ તેમનું પાલન થયું હતું. જો કે, આ સંબંધમાં તિરાડ ત્યારે પડી જ્યારે દસ વર્ષ પહેલા સાગરદાસે પરમેશ્વરદાસના ઘરમાંથી રૂપિયા 25,000ની ચોરી કરી. આ ઘટનાને કારણે પરમેશ્વરદાસે સાગરદાસને પરત મોકલી દીધો હતો.

ફ્લાઈટમાં નાસી ગયો

ત્રણ દિવસ અગાઉ સાગરદાસ સુરત પરત આવ્યો અને પોતાના દત્તક પિતાના ઘરે પહોંચ્યો. બંનેએ સાથે જમવાનું લીધું અને બપોર સુધી સાથમાં રહ્યા, પરંતુ સાગરદાસના મનમાં કઈક કૂટનીતિ ચાલતી હતી. બપોર પછી, સાગરદાસે પરમેશ્વરદાસના ઘરમાં રાખેલા બોક્સમાંથી 90 હજાર રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો. પરમેશ્વરદાસને જ્યારે આ બાબત જાણ થઈ, ત્યારે બંને વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો. વિવાદની વચ્ચે સાગરદાસે ઘરમાં રાખેલા દુપટ્ટા વડે પોતાના દત્તક પિતાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા. હત્યા કર્યા બાદ સાગરદાસ ચોરાયેલા 90 હજાર રૂપિયાની રકમ સાથે તરતજ ફ્લાઇટ દ્વારા કોલકાતા નાસી ગયો. તે પોતાનો ગુનો છુપાવવા માટે નવી કાવતરા રચતો રહ્યો.

હત્યાના 6 બનાવ

1= કાપોદ્રા વિસ્તારમાં હર્ષિત કનાડીયાને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી, મહિના પહેલાના ઝગડામાં મિત્ર દ્વારા મોતને ઘાટ ઉતારી દીધો હતો.

2= ખટોદરા વિસ્તારમાં 85 વર્ષની માતાને પુત્રએ દસ્તો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જમવાનું આપવાની બાબતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

3 = ઘાસ્તીપુરામાં પાઇપલાઈન તોડી નાખવાની બાબતે થયેલી માથાકૂટમાં ચરસી સેજાદ અને એઝાઝે અફઝલને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી.

4= ઉંમરવાડામાં બુધવારે સવારે કિન્નર સંજનાકુંવરની તેના જ બોયફ્રેન્ડ કિશન જેઠવાએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી.

5= ઉધના પટેલ નગર ખાતે દત્તક લીધેલા પુત્રએ રોકડની ચોરી કરતા પિતા જાગી ગયા હતા, આથી પિતાનું ગળુ દબાવી હત્યા કરી કોલકતા ભાગી ગયો હતો.

6= ચોકબજાર ભરિમાતા રોડ પર સુમન આવાસમાં રહેતા બાપે ગુસ્સમાં દીકરીને કુકર મારી મોતને ઘાટ ઉતારી દીધો.

કાયદાની સ્થિતિ કથળી

ઉધના વિસ્તારમાં  આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પર 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. રાંદેર વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી હતી, સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. જેથી સુરતમા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેવા આરોપ લોકો લગાવી રહ્યાં છે.