2500ના મોબાઈલ માટે યુવકને ઉતારાયો મોતને ઘાટ, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

સુરતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે એક પછી એક હત્યાના બનાવો બની રહ્યાં છે. શહેર બાદ આજે જિલ્લામાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. કિમ પાસે આવેલા કન્યાસી ગામ કામ પરથી પરત ફરી રહેલા શ્રમિકોને લૂંટ્યા બાદ તેમના પર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ જેટલા લૂંટારુઓ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતાં. મૃતક વિનોદ મૂળ ઓડિશાનો રહેવાસી છે.
આ પણ વાંચોઃ કાળજાના કટકા સમી દીકરીની પિતાએ કરી હત્યા, સુરતમાં ઘરકામ બાબતે ઝઘડો થતાં ઉતારી મોતને ઘાટ
બે ફોન સાથે એકનો જીવ ગયો
પોલીસે કહ્યું કે, કન્યાસીમાં ત્રણ લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. સ્ટેબિંગ દરમિયાન બિનોદનું મરણ થયું હતું. તેમણે ચપ્પુ માર્યું હતું. જેથી મોત થયું હતું. 2500વાળા બે મોબાઈલ લૂંટી લેવામાં આવ્યાં હતાં. લૂંટ ચલાવવાના ઈરાદે બે બાઈક પર ત્રણ લૂંટારૂ આવ્યા હતાં. હાલ સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સંબંધીઓ દોડી આવ્યા
મૃતકના સંબંધીએ કહ્યું કે, સાંજે તે લુમ્સના કારખાનામાંથી આવી રહ્યો હતો. ત્યારે મોબાઈલ લૂંટવામાં આવ્યો હતો. મારા ભત્રિજાનો ફોન આવ્યો હતો. જેથી હું તપાસ કરવા આવ્યો હતો. મને એડ્રેસ પણ ખબર નહોતી. શેઠ પાસેથી નંબર લઈને હું આવ્યો હતો. યુવક ઓડિશાનો રહેવાસી છે.

