Video: અમારે ત્યાં 150 વિધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો, પૂર્વ કોંગ્રેસ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુએ હિન્દુ સંગઠનોને આપી ગાળો
હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના નીલ સિટી ક્લબ ખાતે બુધવારે હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓની હાજરીથી તણાવનું વાતાવરણ સર્જાયું હતું. બે દિવસ પહેલાં જ આ ક્લબમાં અર્વાચીન ગરબા દરમિયાન અભદ્ર ગીતો વગાડવાની બાબતે વિવાદ થયો હોવાથી ક્રોધિત હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ ક્લબ પહોંચ્યા હતા. અને કલબની બહાર જ બબાલ મચી ગઈ. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ હિન્દુ સંગઠનોને અટકાવી ગાળો ભાંડી, તેમણે વિશ્વ હિન્દુ પરિષદનાં લોકોને ભાજપના માણસો ગણાવી ગાળો ભાંડી,
ઘટનાની વિગતો
વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને અન્ય હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ નીલ સિટી ક્લબની બહાર પહોંચ્યા હતા. તેઓએ ગરબા દરમિયાન અયોગ્ય ગીતો અને બોલિવૂડના સોંગ્સ વગાડવાની ઘટનાની નિંદા કરીને ક્લબના વ્યવસ્થાપન પર પ્રશ્નો ઉભા કર્યા હતા. આથી ક્લબની બહાર તણાવ વધ્યો અને હોબાળો મચી ગયો. આ સમયે ક્લબના આયોજક અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પહોંચ્યા. તેમણે વિશ્વ હિંદુ પરિષદના લોકોને અંદર જતા રોક્યા અને બંને વચ્ચે વિવાદ શરુ થયો. તેમણે VHPના લોકોને કહ્યું કે, અમારે ત્યાં 150 વિધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો.
સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ
મળતી માહિતી મુજબ, VHPના કેટલાક કાર્યકરો નીલ સિટી ક્લબમાં ચાલી રહેલા ગરબાના આયોજનમાં વિધર્મી યુવાનોએ પ્રવેશ કર્યો છે કે કેમ, તે ચકાસવા માટે ગયા હતા. ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને VHPના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું, 'અમારે ત્યાં 150 વિધર્મીઓ છે, તમે એમનો સામનો કરી શકશો?' હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
નીલ સિટી ક્લબમાં બોલિવૂડ ગીતો વગાડવા અંગે VHPએ વાંધો ઉઠાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટની નીલ સિટી ક્લબમાં બોલિવૂડ ગીતો પર ગરબા રમાડવામાં આવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેના પર વિશ્વ હિન્દુ પરિષદે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ જણાવ્યું હતું કે,'નીલ સિટી ક્લબમાં બોલિવૂડના ગીતો વગાડવામાં આવી રહ્યા છે. આવા કૃત્યો નીલ સિટી ક્લબ દ્વારા કરવા જોઈએ નહીં. અમે આ મામલે પોલીસને પણ રજૂઆત કરીશું અને આવા ગરબા આયોજકોની પરમિશન રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.'

