PATAN / એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત બાદ બાઈક સળગી, બાઈકસવાર બે યુવકના મોત
Patan News : પાટણમાં સમી-રાધનપુર હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર બે લોકોના મોત

Patan News : પાટણમાં સમી-રાધનપુર હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર બે લોકોના મોત થયા છે.
સમી-રાધનપુર હાઇવે પર સમી તાલુકાના જલાલાબાદ ગામ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસ અને બાઈક વચ્ચે ટક્કર બાદ બાઈક સળગી ઉઠ્યું હતું. બાઈક પર સવાર બે યુવકોના મોત થયા છે, જયારે એક ઈજાગ્રસ્ત થયૉ છે. સમી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોત
અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં ટુ વ્હીલર પર જતી એક મહિલા સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામેલી મહિલા વસ્ત્રાલ વિસ્તારની રેહવાસી હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં મકાન ધરાશાયી, બે બહેનોના મોત
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે રાત્રીના સમયે મકાનની દિવાલ ધરાશાયી હતી. ઘટના દરમિયાન ઘરમાં સુઈ રહેલા પરિવારમાંથી બે બહેનોના મોત થયા હતા. જ્યારે પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. પૂત્ર કીરણ અને મનુભાઈને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા.















