મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દેશની જનતા પર મા અંબાની કૃપા સદાય વરસતી રહે તેવી પ્રાર્થનાઃ નૂપુર શર્મા

સોર્સ: gstv

બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે જગતજનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. નૂપુર શર્માએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં સાત વર્ષથી અંબાજી આવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આખરે આજે મા અંબાએ તેમને પોતાના દરબારમાં બોલાવી લીધાં હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. માતાજીનાં દર્શન કરીને મન તૃપ્ત થયું હોવાનું જણાવતાં તેમણે દેશની જનતા પર મા અંબાની કૃપા સદાય વરસતી રહે તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે સમગ્ર દેશના કલ્યાણ, સુખ અને શાંતિ માટે પણ તેમણે મા અંબા સમક્ષ વિશેષ પ્રાર્થના કરી હતી.

આ સમાચાર શેર કરો