Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : 3 inches of cloud cover in 8 hours in Galteshwar of Kheda

Khedaના ગળતેશ્વરમાં 8 કલાકમાં 3 ઇંચ મેઘમહેર, 46 તાલુકામાં સાર્વત્રિક વરસાદ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Khedaના ગળતેશ્વરમાં 8 કલાકમાં 3 ઇંચ મેઘમહેર, 46 તાલુકામાં સાર્વત્રિક વરસાદ
સોર્સ : ai

રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હવે વધુ પ્રબળ બની છે અને મેઘરાજાએ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ કરી દીધો છે. ગઈકાલે મોડી રાતથી લઈને આજે (19મી જૂન) વહેલી સવાર સુધીમાં પંચમહાલ, છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 8 કલાકમાં જ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરતાં 46 તાલુકામાં મેઘમહેર વરસાવી હતી. 

App Store

પંચમહાલના હાલોલ અને શહેરા-ગોધરામાં જબરદસ્ત વરસાદ 

પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં હાલોલમાં સૌથી વધુ અંદાજે 4 ઇંચ અને શહેરા તાલુકામાં મોડી રાતથી સવાર સુધીમાં 3 ઇંચ ઉપરાંત ભારે વરસાદ નોંધાયો છે. જ્યારે ગોધરામાં મોડી રાતથી સવાર સુધીમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. શહેરના ભુરાવાવ, બામરોલી રોડ સહિત અનેક આંતરિક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પંચમહાલના કાલોલમાં સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીના 8 કલાકના સમયગાળામાં 2.52 ઇંચ, ગોધરામાં 2.48 ઇંચ, મોરવા (હડફ) માં 1.81 ઇંચ અને ઘોઘંબામાં 1.69 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં 

બીજી બાજુ સૌથી વધુ વરસાદ અત્યાર સુધીના ચાર કલાકના સમયાગાળમાં ખેડાના ગળતેશ્વર તાલુકામાં 2.91 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

છોટા ઉદેપુરમાં પવન સાથે ધીમીધારે વરસાદ

છોટા ઉદેપુર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના મુખ્ય બજાર, કસ્બા વિસ્તાર, રાજપૂત ફળિયા તેમજ એસટી ડેપો સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે વરસાદ તૂટી પડવાના કારણે શાક માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી, જેનાથી વહેલી સવારના જનજીવન પર થોડી અસર થઈ હતી. બીજી તરફ બોડેલી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચાચક, ઢોકલીયા, ઝાખરપુરા, માંકની, જબુગામ અને કકરોલિયા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

જાફરાબાદમાં વરસાદી માહોલ

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. જાફરાબાદના દરિયાઈ કાંઠા પંથકના ગામોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જાફરાબાદ પંથકના હેમાળ, કડિયાળી, વઢેરા અને બાબરકોટ સહિતના ગામોમાં વહેલી સવારે વરસાદ પડ્યા બાદ ફરી વરસાદી માહોલ બંધાયો હતો. અહીં પડી રહેલા ધીમીધારના વરસાદના કારણે અસહ્ય બફારાથી મુક્તિ મળી છે અને ખેડૂતો આગામી વાવણીના આયોજનમાં વ્યસ્ત બન્યા છે.