VIDEO : નડિયાદમાં વરસાદી પાણીમાં તંત્રની પોલ ખુલી
સોર્સ : GSTV
ખેડા જિલ્લાના નડિયાદમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક કલાકના ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. શ્રેયસ ગરનાળા અને મરીડા રોડ જેવા વિસ્તારો બેટમાં ફેરવાયા છે, જ્યારે સલૂણ પોલીસ ચોકી વિસ્તાર સરોવરમાં ફેરવાતા બાળકો પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, શહેરના ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે.

