મુખ્ય સામગ્રી પર જાઓ

છોટાઉદેપુરમાં આદિજાતી મંત્રી ડિંડોર ઉકળ્યાં, ભીલ પ્રદેશની માગ કરનારા સામે આકરા પ્રહાર

છોટાઉદેપુર ખાતે આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવ યોજાયો હતો. એસ એન કોલેજના ગ્રાઉન્ડમાં આદિજ

છોટાઉદેપુરમાં આદિજાતી મંત્રી ડિંડોર ઉકળ્યાં, ભીલ પ્રદેશની માગ કરનારા સામે આકરા પ્રહાર

છોટાઉદેપુર ખાતે આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવ યોજાયો હતો. એસ એન કોલેજના ગ્રાઉન્ડમાં આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સ યોજવામાં આવ્યો હતો. જેમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ સંખેડા વિધાનસભા અને પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્યો તેમજ જિલ્લામાંથી આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. આદિજાતી મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માગ કરનારને આડેહાથ લીધા હતાં. 

આ પણ વાંચોઃસુરતમાં ગાંજો લાવનાર કાલિયાને ઝડપવા પોલીસ બની મજૂર, ચક્રવાતના ખતરા વચ્ચે ખેતરમાંથી દબોચ્યો

ચૈતર સામે આક્ષેપ

ચૈતર વસાવા ઉપર શિક્ષણ મંત્રીએ આક્ષેપ કરતાં કહ્યું કે, ભીલ પ્રદેશની માગણી કરનારાઓ સમાજને વિભાજન કરવા માંગે છે. આઝાદીની લડાઈમાં બિરસા મુંડા ભગવાને જે બલિદાન આપ્યાં છે. તેને સરકાર આજે ઉત્સવો કરીને પ્રજાને સાચી માહિતી આપે છે. ત્યારે ભીલ પ્રદેશ બનાવવાની માંગણી ખોટી કરવામાં આવી રહી છે. 
 
શિક્ષણ મંત્રીએ કહ્યું આવું

ચૈતર વસાવાએ આદિજાતી વિભાગની ચાલતી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયની મુલાકાતમાં જે શિક્ષકો હિન્દી બોલે છે. તે શિક્ષકો અંગ્રેજીના શિક્ષક છે. તેઓને ગુજરાતી નથી આવડતું તેવું કહીને ચૈતર વસાવાને કયા વિષયની શાળા છે. તેની પણ ખબર નથી. તેમ પણ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું.

આ સમાચાર શેર કરો