Banaskantha News: ડીસાથી રાધનપુર તરફ જતા ટ્રેઈલરને નડ્યો અકસ્માત, વાહન ચાલકનું મોત
બનાસકાંઠામાં એક ખરાબ અકસ્માત થયો છે. આ ઘટના ગઈ કાલ એટલે કે 24 નવેમ્બરની રાત્રેની હોવાનું સામે આવ્યું છે. ઘટના દરમિયાન ડીસાથી રાધનપુર તરફ જઈ રહેલ ટ્રેઈલરને અકસ્માત નડ્યો હતો. જેમાં થરા બ્રિજ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
ટ્રેઈલર ચાલકનું મોત
નોંધનીય છે કે, થરા ભાભર રોડ સામે બ્રિજથી ઉતરતા રોડ પર એક ડમ્પર પાછળ ટ્રેઈલર ઘુસી ગયું હતુ. જેને લઈ ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી ગયા હતા. આ ઘટનામાં ટ્રેઈલર ચાલકનું મોત થયું હોવાની જાણકારી મળી છે. 108 દ્વારા ટ્રેઈલર ચાલકને થરાના જેવી શાહ રેફરલ ખાતે ખેસડાયો હતો. ત્યારે સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ
આ ઘટના વખતે બ્રિજ પર એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આવામાં, ઘટના સ્થળે પોલીસે આવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.

