Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: Forest department rescues giant python in Dudhala village of Jafrabad

VIDEO: જાફરાબાદના દુધાળા ગામે મહાકાય અજગરનું વન વિભાગે કર્યું રેસ્ક્યું

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 જાફરાબાદ તાલુકાના દુઘાળા ગામે આજે એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ અને ફફડાટ વ્યાપી ગયો હતો. ગામમાં આવેલા પ્રસિદ્ધ ભુતડા દાદાના મંદિર પાસે વહેતી નદીના પટમાં આ મહાકાય અજગર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.

App Store

નદીના પટમાં અજગર દેખાતા લોકટોળા ઉમટ્યા

સ્થાનિક રહીશો જ્યારે મંદિર પાસે નદીના પટના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર પથ્થરો વચ્ચે છુપાઈને બેઠેલા વિશાળ અજગર પર પડી હતી. અજગરની લંબાઈ અને કદ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો અજગરને જોવા માટે ઉમટી પડ્યા હતા.

વન વિભાગની સમયસરની કામગીરી

દુઘાળા ગામના જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ અત્યંત સાવચેતીપૂર્વક આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. રેસ્ક્યુ બાદ વન વિભાગ દ્વારા અજગરને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમયસર રેસ્ક્યુ થતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.