Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Wife committed suicide in Narol area

“સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજે, નહીતર તારી બહેનને આખી રાત મારીશ”, અમદાવાદમાં પરિણીતાનો આપઘાત

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2024
લાઇવ ટીવીGoogle News
“સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજે, નહીતર તારી બહેનને આખી રાત મારીશ”, અમદાવાદમાં પરિણીતાનો આપઘાત

Ahmedabad News : અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પતિના ત્રાસથી પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. શંકાશીલ પતિ જો યુવતી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે, સારા કપડા પહેરે કે સારી રીતે તૈયાર થાય તો પણ તેની સાથે ઝધડો કરીને મારઝુડ કરતો હતો. યુવતીના ભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

App Store

એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન 

શહેરના નારોલ વિસ્તારમાં 4થી નવેમ્બરના દિવસે પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે.પરિણીતાએ એકાદ વર્ષ પહેલા જગદીશ રાઠોડ નામના યુવક સાથે લગ્ન કર્યા હતાં. જો કે લગ્નના છ મહીના સુધી બંન્ને મનમેળથી રહેતા હતાં. પરંતુ બાદમાં નાની-નાની બાબતે બંન્ને વચ્ચે ઝઘડા થતા હતાં. જો યુવતી મોબાઇલમાં વીડિયો ઉતારે, સારા કપડા પહેરે, સારી રીતે તૈયાર થાય કે પછી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે તો પણ તેનો પતિ તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. જેનાથી કંટાળીને મહીલાએ આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી અને મૃતક યુવતીના ભાઇની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : સાબરકાંઠાના ઇડરમાં દર્દી મરી ગયું છતાં ખાનગી હોસ્પિટલે સારવારના નામે પડાવ્યાં નાણા

બનાવ અંગે વાત કરીએ તો દિવાળીનું પર્વ હોવાથી યુવતી 2જી નવેમ્બરના દિવસે તેના ભાઇના ઘરે રોકાવા માટે આવી હતી. જો કે 4થી નવેમ્બરના દિવસે બપોરના સમયે તેનો પતિ ત્યાં આવ્યો હતો. અને “મે તને અહિંયા આવવાની ના પાડેલ છે તેમ છતાં તું અહિંયા કેમ આવી છે અને કેમ અહીંયા રોકાઈ  છે” તેમ કહીને તેની સાથે મારઝુડ કરી તેને સાસરીમાં પરત લઇ ગયો હતો.

“સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો તારી બહેનને આખી રાત મારીશ”

બાદમાં સાંજના છ વાગ્યાની આસપાસ આરોપીએ યુવતીના ભાઇને ફોન કરીને કહ્યું હતું કે સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો નહીતર તારી બહેનને આખી રાત મારીશ. જો કે ફરીયાદી ગભરાઇને તેના પત્ની અને બહેન સાથે નારોલ પહોચ્યા હતાં. જ્યાં યુવતીના સાસરિયાઓ પણ હાજર હતાં અને તેમની સાથે વાતચીત દરમિયાન બોલાચાલી થતાં યુવતીનો પતિ તેને મારવા માટે ગયો હતો.

યુવતીએ ઘરની ગેલેરીમાંથી કુદી આપઘાત કર્યો

આ દરમિયાન યુવતીએ ગેલેરીમાંથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રીક્ષા ચલાવે છે, જ્યારે મૃતક યુવતી પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંન્ને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ઝઘડા પણ થતા હતાં.