મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં લૂંટ વિથ મર્ડર કેસના આરોપી પર પોલીસનું ફાયરિંગ, સ્વબચાવમાં કરી કાર્યવાહી

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન લંગડા’ યથાવત જોવા મળી રહ્યું છે. રાજકોટના લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપી અનુરાગ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અનુરાગને ઘટનાસ્થળે પંચનામું કરવા માટે લઈ જવામાં આવ્યો હતો, તે દરમિયાન આ બનાવ બન્યો હતો.

આરોપી પર ફાયરિંગ

પ્રાથમિક માહિતી મુજબ, પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપી અનુરાગે ઘટનાસ્થળે સંતાડેલું અન્ય એક હથિયાર બહાર કાઢીને પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પરિસ્થિતિમાં સ્વબચાવમાં ક્રાઇમ બ્રાન્ચના PSI વનરાજસિંહ ડોડિયાએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું.

આરોપી સારવાર હેઠળ 

પોલીસના ફાયરિંગમાં આરોપી અનુરાગના પગના ભાગે ગોળી વાગતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આરોપીની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવમાં હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું, તેને ઘટનાસ્થળે કેવી રીતે સંતાડવામાં આવ્યું હતું અને ફાયરિંગની પરિસ્થિતિ અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.

આ સમાચાર શેર કરો