સાબરકાંઠા : દર્દી મરી ગયું છતાં ખાનગી હોસ્પિટલે સારવારના નામે પડાવ્યાં નાણા

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલી લાઇફ લાઇન હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. આ હોસ્પિટલ દ્વારા દર્દી મરી ગયું હોવા છતાં તેને સારવાર આપી દર્દીના સ્વજનો પાસેથી નાણાં પડાવ્યાના આક્ષેપ લાગ્યા છે.
દર્દીનું મોત થઇ ગયું હોવા છતાં સારવાર કરી
આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઇડરની લાઇફ લાઇફ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું હતું. જો કે દર્દીના સ્વજનોએ આક્ષેપ લગાવ્યાં હતા કે દર્દીનું મોત થઇ ગયું હોવા છતાં હોસ્પિટલ દ્વારા સારવાર કરવાના નામે તેમની પાસેથી નાણા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં દારૂબંદી છે, તો સરકારે આ જિલ્લામાં શું કામ બહાર પાડ્યું ડ્રાય-ડેનું જાહેરનામું?
હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે મૃતદેહ મુકી વિરોધ, ડોક્ટરો ભાગી ગયા
મૃતક દર્દીના સ્વજનોએ આક્ષેપ કર્યા કે આ દર્દીની સારવારમાં કોઈ ડોક્ટર હતા જ નહીં. સ્વજનોએ ન્યાયની માંગ સાથે આ મૃતક દર્દીના મૃતદેહને હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે મૂકીને આક્રંદ સાથે વિરોધ કર્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પરિવારને સમજાવવા અને મૃતદેહ સ્વીકાર કરવા મનાવવાના પ્રયાસો કર્યા હતા. બીજી બાજુ આ હોસ્પિટલમાંથી ડોકટરો પલાયન થઇ ગયા હતા.
અગાઉ પણ લાગ્યા હતા મૃત્યુ બાદ સારવારના આરોપ
ઉલ્લેખનીય છે કે ઇડરની આ લાઇફ લાઇન હોસ્પિટલમાં અગાઉ પણ આવો જ વિવાદ થયો હતો. વિજયનગર તાલુકાનું એક દર્દી મરી ગયું હોવા છતાં એની સારવાર કરી પરિવારજનો પાસેથી નાણા પડાવ્યાના આરોપ લાગ્યાં હતા.

