Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Live Update Congress National Adhiveshan

અમદાવાદમાં CWCની બેઠકમાં કોંગ્રેસની દશા અને દિશા નક્કી થઇ, 2027માં ગુજરાતમાં જીતવાનું લક્ષ્ય

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં CWCની બેઠકમાં કોંગ્રેસની દશા અને દિશા નક્કી થઇ, 2027માં ગુજરાતમાં જીતવાનું લક્ષ્ય

64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યુ છે. અમદાવાદમાં 'ન્યાયપથ'થીમ આધારિત આ અધિવેશનમાં પક્ષની દિશા-દશા મુદ્દે મહામંથન કરાશે સાથે સાથે ગુજરાત સહિત દેશમાં સાંપ્રત સમસ્યાઓને લઇને વિચાર વિમર્શ કરાશે. આ ઉપરાંત ગુજરાતમાં ભાજપને હરાવવાને લઇને હાઇકમાન્ડ સક્રિય બન્યું છે ત્યારે ભ્રષ્ટાચાર, સરકારી યોજનાઓમાં અનિયમિતતા, સામાજીક અન્યાય, બેરોજગારી ઉપરાંત સામાજીક અન્યાય મુદ્દે લડત લડી કોંગ્રેસ ભાજપને ચૂંટણી મેદાને મ્હાત આપવા મજબૂત એક્શન પ્લાન પણ ઘડશે. અધિવેશનમાં ભાગ લેવા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સહિતના ટોચના રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે.

30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન

છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. આ જોતાં હાઇકમાન્ડે મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા નક્કી કર્યુ છે. અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની યજમાનીને લઇને ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ છે.આ અધિવેશનમાં રાજ્યોના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, CWC સભ્યો, આમંત્રિતો સહિત દેશભરમાંથી ડેલિગેટ ઉપસ્થિત રહેશે. CWC બેઠકમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો રજૂ કરવામાં આવશે.

રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કેમ કરાઇ...

સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે સાથે સાથે 1924માં રાષ્ટ્રીય અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સંયોગથી આ વર્ષે તેનું શતાબ્દી વર્ષ છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના રાજકીય વારસાને પાછો મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. એટલા માટે કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતનો રસ્તો પસંદ કર્યો છે. સરદાર સ્મારક બેઠક યોજવા પાછળનો તર્ક એ છે કે, સરદાર પટેલ જેવા લોખંડી મહાપુરૂષના ઓરાનો પ્રતાપ છે. ઉર્જાનો સંચાર થાય તે માટે અહી બેઠક યોજવામાં આવી છે.

 

08 Apr 2025

કોંગ્રેસની બેઠકમાં કેટલાક ઠરાવ પાસ થશે

08 Apr 2025

અમારૂં લક્ષ્ય 2027માં ગુજરાતમાં જીતવાનું છે- ગૌરવ ગોગોઇ

08 Apr 2025

બુથથી લઇને ગામ-શહેરો સુધી કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી નક્કી થશે-સચિન પાયલોટ

08 Apr 2025

ખડગેએ મહાત્મા ગાંધી-સરદાર પટેલને કર્યા યાદ

08 Apr 2025

સરદાર પટેલ મેમોરિયલમાં CWCની બેઠક

08 Apr 2025

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અમદાવાદ પહોંચ્યા

08 Apr 2025

રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

08 Apr 2025

ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશનને લઇને શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?

ટોપિક્સ:Congress National Adhiveshan