મુખ્ય સામગ્રી પર જાઓ

Video: તમે ધારાસભ્ય છો છતાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મોડા કેમ પડ્યા? સવાલ સાંભળીને લવિંગજી હેબતાઈ ગયા!

ભાદરવામાં ભારે વરસાદને કારણે પાટણ જિલ્લાની ખેતી પર કુદરતી આફત

ભાદરવામાં ભારે વરસાદને કારણે પાટણ જિલ્લાની ખેતી પર કુદરતી આફતની થપાટ પડી છે. જિલ્લામાં 58 હજાર હેક્ટરમાં વાવેલા વિવિધ પાકોને નુકસાન થયું છે. સરસ્વતી તાલુકામાં કપાસ, હારીજ તાલુકામાં એરંડા, કપાસ અને ઘાસચારો, સમી પંથકમાં કઠોળ, જ્યારે પાટણ પંથકમાં ધાન્ય, તેલીબિયાં અને કપાસને મોટું નુકસાન થયું છે.

રાજ્યમાં 7 અને 8 સપ્ટેમ્બરે બે દિવસના ભારે વરસાદે તબાહી મચાવી, જેના કારણે સાંતલપુર તાલુકાના 50થી વધુ ગામોમાં પૂરના પાણીએ ફરી વળ્યા હતા. મઢુતરા, પર, રણમલપુરા, દાતરાણા, બાબરા અને વૌવા જેવા ગામોમાં માલ-મિલકત, જાનમાલ અને ખેતીને ભારે નુકસાન થયું છે.

સર્વે ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે, જેમાં 60 જેટલા પશુઓના મોતની નોંધ થઈ છે. રાધનપુર પ્રાંત અધિકારી અજય મોર્યએ જણાવ્યું કે વહીવટી તંત્ર પાસે હજુ ચોક્કસ માહિતી નથી, પરંતુ સર્વે પૂર્ણ થયે સચોટ માહિતી સામે આવશે. 

સાંતલપુર તાલુકામાં મેઘ કહેર થતા તારાજી ખુવારીના દ્રશ્યો સામે આવ્યા છે. GSTV એ વિવિધ ગામોનું  ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી ચેક કરતા  મોટા ભાગના ગામડાઓમાં માલ મિલકત, ઘર વખરી,  ખેતી, ઢોર  ઢાંખર, તેમજ જમીન ધોવાણનું નુકસાન ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતુ.  ત્યારે રાધનપુર સાંતલપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તારાજી બાદ ત્રણ દિવસે લોકો વચ્ચે આવતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. 

ગ્રામજનોએ મીડિયાના માધ્યમ થકી વહીવટી તંત્ર તેમજ ધારાસભ્ય સામે બાળપો વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય લવિંગજીને GSTV દ્વારા પૂછવામાં આવેલ સવાલોના જવાબો ગોળ ગોળ આપીને તેઓ એકજ વાત નુ રટણ કર્યું હતુ કે અમે સર્વે કરાવીશું. GSTV એ જયારે પૂછ્યું કે ગામડાની મુલાકાત લેવામાં મોડું કેમ થયું ત્યારે તેમનો જવાબ હતો કે વિધાનસભા ચાલુ હતી એટલે નથી આવી શક્યો આજે વિધાનસભા જેવી પુરી થઇ કે તરતજ હું લોકો ના ખબર અંતર પૂછવા આવ્યો છું. વિધાનસભામાં પુરની તારાજીનો પ્રશ્ન રજુ કર્યો હતો? આ પ્રશ્નો તેવો જવાબ આપી શક્યા નહતા અનેCM ને પત્ર લખ્યો હતો તેમ જણાવ્યું.

ખેતી બરબાદ થઇ છે તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રાઘવજીભાઈને પત્ર લખ્યો છે, તેમણે ઓન કેમેરા કબુલ્યું કે અગાઉ કમોસામી વરસાદ થતા ખેડૂતોને અન્ય જિલ્લામાં સહાય આપાઈ હતી પણ સાંતલપુરને સહાય  મળી ન હતી.

આ સમાચાર શેર કરો