મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તંત્રની કુંભકર્ણ નિદ્રા, સમારકામના અભાવે વઢવાણનો પુલ 4 માસથી બંધ, રાહદારીઓ પરેશાન

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરને જોડતા ભોગાવો નદી પર આવેલો જૂનો અને મજબૂત પુલ છેલ્લા ચાર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરને જોડતા ભોગાવો નદી પર આવેલો જૂનો અને મજબૂત પુલ છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં રહેતા સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રીપેરીંગના બદલે પુલ જ બંધ

આ પુલ સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તે આજે પણ સારી સ્થિતિમાં અને અડીખમ છે. તેને માત્ર સામાન્ય સમારકામની જ જરૂર છે. જોકે, સમારકામ હાથ ધરવાના બદલે તંત્રએ ચાર મહિના પહેલા આ પુલને સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો.

પુલ બંધ કરી દેવાતા વાહનચાલકો અને રાહદારીઓને લાંબા અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાની ફરજ પડી છે, જેના કારણે તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટ્રાફિકની સમસ્યા 

પુલ બંધ થવાને કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. તંત્રની આ ઘોર બેદરકારી સામે નાગરિકોમાં ઉગ્ર રોષ છે.

સ્થાનિક લોકોની તાત્કાલિક માંગ છે કે ચાર મહિનાથી બંધ પડેલા આ પુલનું તાત્કાલિક સમારકામ કરીને તેને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે અને લોકોને થતી હાલાકી દૂર થાય.

આ સમાચાર શેર કરો