Surendranagar: વઢવાણ ભોગાવો નદી પર આવેલો પુલ ધોવાયો, વાહનચાલકોમાં રોષ
સુરેન્દ્રનગરના વઢવાણ ભોગાવો નદી પર આવેલો પુલ ધોવાયો છે, પુલ પર ઠેર-ઠેર જગ્યાએ સળિયાઓ દેખાવા લાગ્યા છે.
સુરેન્દ્રનગરના વઢવાણ ભોગાવો નદી પર આવેલો પુલ ધોવાયો છે, પુલ પર ઠેર-ઠેર જગ્યાએ સળિયાઓ દેખાવા લાગ્યા છે. ત્યારે તાજેતરમાં જ આ પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં આ સમારકામ કરેલો પુલ ફરી જર્જરિત બન્યો છે. પુલ પર સળિયા બહાર આવી જતા વાહન ચાલકોના ટાયર ફાટી રહ્યા છે અને અક્સમાતો પણ સર્જાઈ રહ્યા છે. તંત્રની કામગીરી સામે વાહનચાલકોમાં રોષ છે, વાહનચાલકોએ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી છે.




