Surendranagar news: ભૂપેન્દ્રભાઈ તો 'ડમી CM' ખરેખર સત્તા તો 'સુપર CM' હર્ષ સંઘવી પાસે, કેજરીવાલના સરકાર પર પ્રહારો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ખેડૂતોની મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 10 હજાર જેટલા ખેડૂતોએ હાજરી આપી હતી.
બોટાદમાં ખેડૂતો પર કરાયેલું દમન હર્ષ સંઘવીના ઈશારે થયું
પ્રાપ્ત માહિતી મુજબ સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની મહા પંચાયતનું કરવામાં આવ્યું હતું, જેમાં કદડાપ્રથા અને ખેડૂતો પર થતા અત્યાચાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બોટાદમાં ખેડૂતો પર કરાયેલું દમન હર્ષ સંઘવીના ઈશારે થયું હોવાનો આરોપ કેજરીવાલે મુક્યો હતો, જ્યારે મંત્રીમંડળના ફેરબદલ અંગે નિવેદન આપતા તેમને કહ્યું હતું કે ભાજપે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવી પટેલ સમાજના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને 'ડમી CM' બનાવી દીધા છે. સુપર CM તો સંઘવી જ છે. આ પટેલ સમાજનું ખરેખર અપમાન કહેવાય.




