મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: સુદામડામાં ગાયબ થયેલી બાળકીનો મૃતદેહ નદીમાંથી મળ્યો, રમતા રમતા નદીમાં પડી ગઈ હતી

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુદામડા ગામની નદીમાં એક બાળકી ડ

Surendranagar news: સુદામડામાં ગાયબ થયેલી બાળકીનો મૃતદેહ નદીમાંથી મળ્યો, રમતા રમતા નદીમાં પડી ગઈ હતી

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુદામડા ગામની નદીમાં એક બાળકી ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું. બાળકી રમતા રમતા નદીમાં પડી ગઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે ગત રોજ બાળકી અચાનક ગાયબ થઈ ગઈ હતી.

બાળકી રમતા રમતા નદીમાં પડી ગઈ

પરિવારે બાળકી ગુમ થયાની જાણ પોલીસને કરી હતી. અચાનક પરિવારને ખબર પડી હતી કે બાળકી નદીમાં પડી ગઈ છે. ભારે શોધખોળ અને જહેમત બાદ આજે ગામના લોકોએ બાળકીને નદીમાંથી મૃત હાલતમાં બહાર કાઢી હતી.મળતા અહેવાલ પ્રમાણે બાળકીની ઉંમર 4 વર્ષની હતી.

બાળકીનો મૃતદેહ પોલીસે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો

સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અકાળે બાળકીનું મોત થતાં પરિવાર ભાંગી પડ્યો હતો. 

આ સમાચાર શેર કરો