મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ગિરિમથક સાપુતારામાં ઠંડીનો પારો ગગડ્યો, પ્રવાસીઓ સહિત સ્થાનિકો ઠુંઠવાયા!

ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે એકાએક ઠંડીનું પ્રમાણ વધ

ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે એકાએક ઠંડીનું પ્રમાણ વધી ગયું છે, જેના પગલે પ્રવાસીઓ તેમજ સ્થાનિકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું

છેલ્લા બે દિવસથી સાપુતારાના તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે ગત રાત્રે ઠંડીનો પારો સીધો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. તાપમાનમાં આવેલા આ મોટા ઘટાડાને કારણે સમગ્ર વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

લોકોએ તાપણીનો લીધો સહારો

કડકડતી ઠંડીના પ્રકોપથી બચવા માટે સ્થાનિકો તેમજ પ્રવાસીઓએ તાપણીનો સહારો લેવાની ફરજ પડી છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો રાત્રિના સમયે અને વહેલી સવારે ભેગા થઈને તાપણી કરતા જોવા મળ્યા હતા.

પ્રવાસીઓની વહેલી સવારની ગતિવિધિ પર અસર

વહેલી સવારે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધતાં તેની અસર પ્રવાસીઓની ગતિવિધિ પર પણ જોવા મળી હતી. વધુ પડતી ઠંડીના કારણે પ્રવાસીઓ હોટલની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે સવારના સમયે જોવા મળતી પ્રવાસીઓની ચહલપહલ ઓછી થઈ છે. સાપુતારામાં આવેલા આ 'કોલ્ડ વેવ'ને કારણે વાતાવરણમાં એક નવો જ માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો