મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: પરંપરા અને ટેકનોલોજીનો સંગમ, નાના ગામડાંમાં AI ની મદદથી ભક્તોના સવાલના જવાબ આપતા ગણપતિ બાપ્પા

ધરમપુર દસોંદી ફળિયામાં પરંપરા અને ટેકનોલોજીનો સંગમ : શિવાજી મહારાજના કિલ્લાની ઝાં

  • ધરમપુર દસોંદી ફળિયામાં પરંપરા અને ટેકનોલોજીનો સંગમ : શિવાજી મહારાજના કિલ્લાની ઝાંખી અને AI ગણપતિનું અનોખું આકર્ષણ
  • ભક્તો ગણપતી બપ્પાને પોતાના સવાલ પૂછે છે અને બાપ્પા AI ના માધ્યમથી એના જવાબો આપે છે

ધરમપુરના દસોંદી ફળિયામાં યુવા શક્તિ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજ્ન કરવામાં આવ્યું છે.  આ ગણેશ મહોત્સવ આ વર્ષે   ધરમપુર નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગણેશભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે, છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક કિલ્લા ઉપર આધારિત ઝાંખી સજાવી શિવાજી મહારાજના શૌર્ય અને પરાક્રમ દર્શાવતી થીમમાં પહેલીવાર AI માધ્યમથી ગણપતિ બાપ્પા ભક્તોના પ્રશ્નોના નિરાકરણ રૂપી જવાબો આપે છે આમ હવે ધરમપુર જેવા નાના ગામડામાં AI પણ ગણેશ મહોત્સવ સુધી પહોંચી ગયું છે.

છેલ્લા  76 વર્ષથી અકબંધ રહેલી પરંપરા મુજબ દહાણુના પરિવાર દ્વારા બનાવાયેલી માટીની મૂર્તિની  યુવા શક્તિ યુવક મંડળ દ્વારા પધરામણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પહેલા જ ભક્તોના ઘરે મૂર્તિ લાવી, ભક્તિની  ગુંજ સાથે લારીમાં મૂકી ભજનો અને ધુન સાથે આખા ફળિયામાં ગણપતિ બાપ્પને ફેરવવામાં આવે છે અને બાદ અહીંના નીલકંઠેશ્વર મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવાની પરંપરા છે. જે આજે પણ અકબંધ રાખવામાં આવી છે 

ડિજિટલ ટૂલનો ઉપયોગ

નાના ગામડામાં પ્રથમ પ્રયોગના ભાગરૂપે પહેલીવાર AI ડિજિટલ ટૂલનો ઉપયોગ કરાયો છે,  જે કાબિલેતારીફ છે. AIના એપ્લિકેશનને ગણપતિ બાપ્પા જોડે જોડી ભક્તો જે પ્રશ્નો પૂછે એનો ગણપતિ બાપ્પા જવાબ આપે એવો માહોલ ઉભો કરાયો છે અને મુકેલા ગણપતિ હવે અહીં “બોલતા બાપ્પા” તરીકે ઓળખાતા થયાં છે.  આ આધુનિક ગણપતિ બાપ્પા ભક્તો સાથે સીધો સંવાદ કરી આશીર્વાદ અને વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પણ આપે છે. આમ અહીં ગણેશ મહોત્સવ અને ટેકનોલોજીનું અનોખું મિશ્રણ ગણેશ ભક્તો માટે અલાયદો અનુભવ લઈને આવ્યું છે. 

શિવાજી મહારાજના વ્યક્તિત્વની ઝાંખી

આ યુવક મંડળના દેવલ રાંચે જણાવ્યું કે દસોંદી ફળિયામાં આ વર્ષે ગણેશોત્સવે  સમાજને શિવાજી મહારાજના વ્યક્તિત્વની અનેરી ઝાંખી પુરી પાડી  એક અનેરો સંદેશઆપ્યો છે પરંપરા જાળવી રાખીને પણ નવી ટેકનોલોજીને અપનાવી છે. અને સંદેશ આપ્યો છે કે, યુવાનો અને નવી પીઢીને ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષિત અને દીક્ષિત કરી શકાય છે.

ગણેશોત્સવમાં અત્યાર સુધી જિલ્લા સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધરમપુર નગર પ્રમુખ અમિત ચોરેરા સહિત ભાજપ સંગઠનના આગેવાનો, કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી આ શિવાજી મહારાજના થીમને માણી ચુક્યા છે.

રસ્તાની બિસ્મારતા અંગે પણ પ્રશ્ન

જોકે કેટલાક ભક્તોએ ગણપતિ બાપ્પાની મૂર્તિને રસ્તાની બિસ્મારતા અંગે પણ પ્રશ્ન પુછાતા ગણપતિ બાપ્પા એ વિકાસનું કામ પણ થશે અને સ્થાનિક  અને ગુજરાત વિકાસ એજેન્સી અને અધિકારીઓનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું

આ સમાચાર શેર કરો