Video: દેવગઢ બારિયા ST વિભાગના ડ્રાઇવર બન્યા 'ગાયક કલાકાર', ગીતો દ્વારા પેસેન્જરોને આપે છે સૂચનો
ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)ના ડ્રાઇવરો ઘણીવાર તે
ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)ના ડ્રાઇવરો ઘણીવાર તેમની મહેનત માટે જાણીતા હોય છે, પરંતુ દેવગઢ બારિયા ST વિભાગમાં એક એવા ડ્રાઇવર છે જે પોતાના સુરીલા અવાજ અને કલાકાર તરીકેની પ્રતિભા માટે મુસાફરોમાં લોકપ્રિય બની રહ્યા છે.
ST ડ્રાઇવર બન્યો ગાયક કલાકાર
ગુલાબસિંહ ચૌહાણ નામના આ ST ડ્રાઇવર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામના વતની છે અને હાલ દેવગઢ બારિયા ST વિભાગમાં ફરજ બજાવે છે. ગાવાનો શોખ ધરાવતા ગુલાબસિંહ ચૌહાણ પોતાના સુરીલા અવાજથી મુસાફરોને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ પોતાની ફરજ પૂરી કર્યા બાદ પોતાનો આ શોખ પૂરો કરતા હોય છે.
ગીત સ્વરૂપે સૂચનો
ગુલાબસિંહ ચૌહાણ માત્ર હિન્દી અને ગુજરાતી ગીતો જ નથી ગાતા, પરંતુ તે ST નિગમના હિતમાં કેટલાક ગીતો જાતે તૈયાર કરીને પેસેન્જર સમક્ષ રજૂ કરે છે. ડ્રાઇવર કલાકાર ગુલાબસિંહ કેટલાક એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને ગીતો બનાવે છે જે ST વિભાગના નિયમો અને સૂચનોથી અજાણ હોય.
આ સૂચનોને ગીત સ્વરૂપે રજૂ કરીને તેઓ મુસાફરોનું ધ્યાન આકર્ષિત કરે છે અને માહિતી અસરકારક રીતે પહોંચાડે છે.
તેમના આ અનોખા અંદાજને કારણે તેઓ સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગયા છે, અને અનેક પેસેન્જર તેમની સફર દરમિયાન આ સુરીલા અવાજનો આનંદ માણે છે. ગુલાબસિંહ ચૌહાણ પોતાની ફરજની સાથે સાથે કલા પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કરીને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.














