VIDEO: આણંદના વલાસણ પાસે બેફામ દોડતી કારે 5 લોકોને ફંગોળ્યા, કારમાંથી પોલીસની વર્દી અને બોડીવોર્ન કેમેરો મળી આવ્યા
ગુજરાતમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદમાંથી ખાસ અ
ગુજરાતમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. આણંદના વલાસણ નહેર પાસે એક બેફામ ઝડપે દોડતી નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારે 5 લોકોને ફંગોળ્યાની ઘટના સામે આવી છે. જેમાં પંચર પડેલી ગાડીનું વ્હીલ બદલતા પાંચ લોકોને અડફેટે લીધા, જેના કારણે તેઓ રોડ પાસેના નાળામાં ફંગોળાયા.
અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો
અકસ્માત બાદ ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો. ગાડીમાંથી પોલીસની વર્દી અને બોડીવોર્ન કેમેરો મળી આવ્યા, અને ભોગ બનેલા લોકોએ દાવો કર્યો કે ગાડી પોલીસ જવાન ચલાવતો હતો. ચાર ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી
વિદ્યાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી, ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી અને સ્થાનિકોએ ગાડીમાંથી મળેલા દસ્તાવેજો તેમજ બોડીવોર્ન કેમેરો પોલીસને સોંપ્યા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
હવામાન વિભાગની આગાહી
22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે.
23-24 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં 23 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ અને 24 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.















