Video: 'અમારા ગામને ગામ જ રહેવા દો', મહેસાણા નગરપાલિકામાં ભળેલા 4 ગામોનો ઉગ્ર વિરોધ
મહેસાણા નગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવેલા 10 ગામો પૈકી 4 ગામોના ગ્રામજનોએ પોતાનો ઉગ
મહેસાણા નગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવેલા 10 ગામો પૈકી 4 ગામોના ગ્રામજનોએ પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મહાનગરપાલિકામાં ભળી જવાથી થતા સંભવિત નુકસાનના ડરથી ગ્રામજનોએ એક વિશાળ રેલીનું આયોજન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
વિરોધ કરનાર ગામો
જે ચાર ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો તેમાં હેબુવા, શોભાસણ, રામપુરા (કુકસ) અને દેલા ગામનો સમાવેશ થાય છે.
ગ્રામજનોની મુખ્ય માંગણીઓ અને ભીતિ
આ ગામલોકોની મુખ્ય અને એકમાત્ર માંગણી છે કે તેમના ગામોને મહાનગરપાલિકાની હદમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેમના ગામોને ગામ જ રહેવા દેવામાં આવે. મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી સ્થાનિકોને અનેક ભીતિઓ સતાવી રહી છે જેમાં, વેરામાં અસહ્ય વધારો, મહાનગરપાલિકાના નિયમોને કારણે ખેતીની જમીનમાં કપાત લાગુ થવાની શક્યતા, પશુપાલન સંબંધિત નિયંત્રણો અને કાયદાઓ આવવાની ગ્રામજનોને ભીતિ છે, જેનાથી તેમના પરંપરાગત વ્યવસાય પર અસર પડશે.
ગામલોકોએ એકજૂથ થઈને વિશાળ રેલી યોજી હતી, જેમાં સ્થાનિક રહેવાસીઓ કિરણ ચૌધરી, અમૃત ઠાકોર અને વિકાસ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને કલેક્ટર સમક્ષ તેમની વ્યથા રજૂ કરી હતી.















