મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO/ ટ્રેનમાં સવાર પાકિસ્તાની સૈનિકો પર આત્મઘાતી હુમલો, BLA એ લીધી જવાબદારી; ૨૩ ના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાન (Balochistan) પ્રાંતના ક્વેટા (Quetta) શહેરમાં એક

પાકિસ્તાનના બલૂચિસ્તાન (Balochistan) પ્રાંતના ક્વેટા (Quetta) શહેરમાં એક ભયાનક આત્મઘાતી હુમલો (Suicide Attack) થયો છે. ચમન ફાટક (Chaman Phatak) નજીક રેલવે ટ્રેક પાસે એક ટ્રેનને નિશાન બનાવી કરવામાં આવેલા જોરદાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં પાકિસ્તાન સેનાને નિશાન બનાવીને એક મોટો આત્મઘાતી હુમલો થયો. બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈનિકોથી ભરેલી ટ્રેનને ઉડાવી દીધી. અહેવાલો દર્શાવે છે કે આ ભીષણ હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, 47 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.

ટ્રેન પસાર થતી વખતે થયો ભયાનક બ્લાસ્ટ

પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે ટ્રેન પસાર થતી વખતે રેલવે ટ્રેક નજીક વિસ્ફોટ કર્યો હતો, જેથી વધુમાં વધુ જાનહાનિ થાય. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટના બાદ સ્થાનિક લોકો, પોલીસ અને બચાવ દળો (Rescue Teams) તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા.

ક્વેટામાં રવિવારની સવારે એક અત્યંત સનસનાટીપૂર્ણ અને મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે. પાકિસ્તાન (Pakistan) ના અશાંત પ્રાંત ગણાતા બલૂચિસ્તાન (Balochistan) ની રાજધાની ક્વેટામાં પાકિસ્તાની સૈનિકોથી ભરેલી એક ટ્રેનને આત્મઘાતી હુમલા (Fidayeen Attack) દ્વારા નિશાન બનાવવામાં આવી છે. આ શક્તિશાળી વિસ્ફોટ (Powerful Blast) માં ઓછામાં ઓછા ૨૩ પાકિસ્તાની સૈનિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલાની સત્તાવાર જવાબદારી પ્રતિબંધિત આતંકી સંગઠન બલૂચ લિબ્રેશન આર્મી (BLA) ની આત્મઘાતી પાંખ 'મજીદ બ્રિગેડ' (Majeed Brigade) દ્વારા લેવામાં આવી છે.

સવારના ૮ વાગ્યે પ્રચંડ ધમાકાથી ધ્રુજ્યું ક્વેટા (Quetta)

માહિતી અનુસાર, આ ભયાનક આત્મઘાતી હુમલો રવિવારે સવારે લગભગ ૮:૦૦ વાગ્યે (Local Time) એ સમયે થયો જ્યારે ક્વેટા છાવણી (Quetta Cantt) માંથી પાકિસ્તાની સૈન્યના જવાનો અને અધિકારીઓને લઈને એક વિશેષ ટ્રેન શહેર તરફ આગળ વધી રહી હતી. ટ્રેન જેવી જ ક્વેટાના વ્યૂહાત્મક વિસ્તાર ગણાતા 'ચમન ફાટક' (Chaman Phatak) નજીક પહોંચી, કે તરત જ ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા ફિદાયીન હુમલાખોરે ટ્રેનને નિશાન બનાવીને પ્રચંડ વિસ્ફોટ કર્યો હતો.

આ બ્લાસ્ટ એટલો બધો શક્તિશાળી (Vicious Blast) હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ઇમારતો ધ્રુજી ઉઠી હતી. વિસ્ફોટની તીવ્રતાના કારણે મિલિટ્રી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ (Train Derailed) હતી અને તેની અનેક બોગીઓ (Train Compartments) સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. લોખંડના ડબ્બા પતરાની જેમ ચીરાઈ ગયા હતા, જેના કારણે અંદર સવાર સૈનિકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.

હુમલા બાદ આર્મી અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર (Heavy Gunfire)

ધમાકાના તુરંત બાદ સમગ્ર વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. બ્લાસ્ટની સેકન્ડોમાં જ ઘટનાસ્થળ પર હાજર સુરક્ષા દળો (Security Forces) અને હુમલાખોરો વચ્ચે ભીષણ ફાયરિંગ (Encounter) શરૂ થઈ ગયું હતું. સેનાના જવાબી હુમલાના કારણે આસપાસના વિસ્તારોમાં ગોળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો. પાકિસ્તાની આર્મી (Pakistan Army) એ તાત્કાલિક ધોરણે સમગ્ર ચમન ફાટક અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોને ચારેય તરફથી ઘેરી લીધા છે (Area Cordoned Off) અને  સર્ચ ઓપરેશન (Search Operation) ની સાથે સામસામે ગોળીબાર ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓએ (Security Agencies) ક્વેટા શહેરમાં હાઈ એલર્ટ (High Alert) જાહેર કરી દીધું છે અને તમામ પ્રવેશદ્વારો પર કડક નાકાબંધી કરી દેવામાં આવી છે.

સુરક્ષા દળોએ વિસ્તાર ઘેરી લીધો

હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા દળો (Security Forces) એ સમગ્ર વિસ્તારને કોર્ડન ઓફ (Cordon Off) કરી દીધો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

પોલીસ અને તપાસ એજન્સીઓ હવે હુમલાખોરની ઓળખ અને હુમલા પાછળના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ

ઘટના સ્થળે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો (Emergency Response Teams) સતત રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. અધિકારીઓ મુજબ, મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ઘણા ઘાયલોની સ્થિતિ નાજુક છે.

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી બલૂચિસ્તાન વિસ્તારમાં આતંકી હુમલાઓમાં વધારો નોંધાયો છે, જેને કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો