મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચ નજીક બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં, 2900 મેટ્રિક ટન વજનના સ્ટીલ બ્રિજના સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ

ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય રેલવે ટ્રેક પર ૧૩૦ મીટર લાંબા અને ૨૯૦૦ મેટ્રિક ટન વજન ધરાવતા સ્ટીલ બ્રિજના સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બ્રિજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ટ્રેકને પાર કરે છે.

બ્રિજના નિર્માણમાં અત્યાધુનિક ટેકનોલોજી અને ૧.૨૧ લાખથી વધુ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરાયો છે. આ સાથે જ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં આયોજિત ૧૭ સ્ટીલ પુલોમાંથી ૧૪ પુલોનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે, જે પ્રોજેક્ટની ગતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે.

આ સમાચાર શેર કરો