મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રાંતિજના મજરામાં જૂથ અથડામણ મામલે 120 લોકો સામે પોલીસ ફરિયાદ, જાણો શું છે વિવાદ

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટનામાં 1

 સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટનામાં 120 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મજરા ગામમાં સાંજે ધાર્મિક કાર્યક્રમ યોજવાને લઈને બે જૂથો વચ્ચે મોડી રાત્રે ઉગ્ર અથડામણ થઈ હતી. આ દરમિયાન ગામમાં હિંસાનું તાંડવ સર્જાયું હતું. નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ 20 જેટલા ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મજરામાં જૂથ અથડામણની ઘટનામાં 120 લોકો સામે ફરિયાદ નોંધાઇ

પ્રાંતિજના મજરામાં જૂથ અથડામણ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, "ગામમાં ભૈરવનાથ મંદિર છે તેનો વહિવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું. આ વખતે બીજુ જૂથ વહિવટ કરી રહ્યું છે. થોડા વર્ષ પહેલા એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે. જૂની અદાવત મામલે આ બનાવ બનવા પામ્યો છે.પોલીસ બંદોબસ્ત ગામમાં ગોઠવવામાં આવ્યો છે અને હાલ સંપૂર્ણ શાંતિ છે. બનાવમાં 10થી વધુ વ્યક્તિને ઇજા થયેલી છે તથા 20થી વધુ ટુ વ્હિલર અને 10થી વધુ ફોર વ્હિલર વાહનોને નુકસાન થયું છે.હાલમાં ગામમાં સંપૂર્ણ શાંતિ છે. આ ઉપરાંત ઘરોના બારી બારણા છુટ્ટા પથ્થરો મારીને તોડી નાખવામાં આવ્યા છે. હાલ સુધી 20થી વધુ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે. દરેકનો શું રોલ હશે તે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

શું છે ઘટના?

પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાયો હતો. અસામાજિક તત્વોના બેફામ બનેલા ટોળાંએ ગામમાં રીતસરનું ધીંગાણું મચાવ્યું હતું. ગામમાં હિંસક બનેલા હુમલાખોરોએ એકજ કોમના લોકો પર લાકડીઓ, તીક્ષ્ણ હથિયારો અને દંડાઓ વડે ઢોર માર માર્યો હતો. સાથે જ એક કોમને નિશાન બનાવીને તેમના રહેણાંક મકાનો અને દુકાનોમાં વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. મકાનોના કાચ, ઇલેક્ટ્રિક સામાન અને વાહનોને નિશાન બનાવીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.આ હિંસક ઘટનામાં આશરે 28 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેમને પ્રાંતિજ અને હિંમતનગર સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થાનિકોમાં સાબરકાંઠા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો