VIDEO: શમા પરવીનની ધરપકડ મોટી સફળતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું; ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાત ATSએ 30 વર્ષની મહિલાની બેંગલોરમાંથી ધરપકડ કરી છે. તે આંતકી સંગઠન અલ
ગુજરાત ATSએ 30 વર્ષની મહિલાની બેંગલોરમાંથી ધરપકડ કરી છે. તે આંતકી સંગઠન અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેટ સાથે જોડાયેલી છે. શમા પરવીન નામની આ યુવતી મૂળ ઝારખંડની છે. ગુજરાત સરકારે જણાવ્યું કે આ યુવતી સોશીયલ મીડિયાના માધ્યમથી આતંકી વિચારધારને ફેલાવવાનો પ્રયત્ન કરવામાં જોતરાઈ હતી.
તેનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શમાની ધરપકડને મળી સફળતા ગણાવતા જણાવ્યું કે તેનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. 4 આતંકીઓને પહેલા જ ગુજરાત ATSએ દબોચ્યા છે. અને ગત રોજ વધુ એક સફળતા મળી છે. એક મહિલા જે બેંગલોરમાંથી છે, તે કટ્ટર આતંકી છે. ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કામ કરે છે. તેના મહત્વપૂર્ણ પાકિસ્તાની સંપર્ક પણ અલગ અલગ ડિવાઈસથી મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ATSના અધિકારીઓ શમાની પ્રવૃત્તિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા. સમા પરવીન સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈ હતી અને તેને ફેલાવવા સુધીની ગતિવિધિઓમાં સક્રિય હતી. એવી પણ આશંકા છે કે સમા પરવીન કેટલાક લોકોને સંગઠનમાં જોડીને કોઈ મોટા ષડયંત્રનો પ્લાન ઘડવાની તૈયારી કરી રહી હતી.
ગુજરાત ATSએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અલકાયદાની વિચારધાર ફેલાવનારા ચાર આરોપીની ધરપકડ કરી હતી. જેમાં દિલ્હીથી ફરાસખાના ખાતે રહેતો મોહમ્મદ ફૈક, નોઈડાના સેક્ટર 63 થી ઝીશાન અલી, અમદાવાદના ફતેહવાડીથી મોહમ્મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સેફુલ્લા કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ગુજરાત ATSની ટીમે 23 જુલાઇએ અલકાયદા AQIS સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્હીમાંથી અને એકની નોઇડામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બનાવટી નોટ રેકેટના 1 આરોપીની પણ ધરપકડ કરાઈ હતી. વોટ્સએપ ગ્રૂપ પર ચેટિંગ કરીને તેઓ બાકી લોકોને પણ જોડતા હતા. ગુજરાત ATSની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી.








