મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અલ-કાયદા ટેરર મૉડ્યૂલના માસ્ટરમાઇન્ડ મહિલાની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા

AQISના આતંકી મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં

અલ-કાયદા ટેરર મૉડ્યૂલના માસ્ટરમાઇન્ડ મહિલાની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા

AQISના આતંકી મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.મળતા અહેવાલ પ્રમાણે  અલકાયદા ઈન્ડિયન ટેરર મોડ્યુલને લઈને ગુજરાત ATSએ વધુ એક આતંકીની ધરપકડ કરી છે.

કર્ણાટકથી મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી

કર્ણાટકથી મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પકડાયેલા 4 આતંકીઓ સાથે સંપર્કમાં હતી આ  કર્ણાટકનો આતંકી સાથે મળતા અહેવાલ પ્રમાણે દેશ વિરોધી વીડિયો અપલોડ કરીને જેહાદી કૃત્ય કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું.

4 આતંકીઓને ગુજરાત ATSએ ગત રાત્રે દબોચ્યા હતા

ગુજરાત ATSએ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતાં ચાર લોકોની ધરપકડ કરી હતી. ઈન્સ્ટાગ્રામની સોશિયલ મીડિયા એપ્લીકેશન પર અલકાયદા તેમજ અન્ય આતંકી સંગઠનોની વિચારધારાને આધારે દેશના યુવાનોમાં ઉશ્કેરણી કરીને આતંકી પ્રવૃતિ કરતા 4 આતંકીઓને ગુજરાત ATSએ ગત રાત્રે દબોચ્યા હતા. આ આતંકીઓ અમદાવાદ, મોડાસા, નોઈડા અને દિલ્હીમાં રહેતા 4 યુવાનો ઈન્સ્ટાગ્રામ પર દેશ વિરોધી પોસ્ટ મુકીને યુવાઓને આતંરી પ્રવૃતિઓમાં જોડવા માટે કહેવાની અને ઝેહાદ કરવા ઉશ્કેરણી કરવાની સાથે પાકિસ્તાનના કેટલાંક સોશિયલ મીડિયો ગ્રુપ સાથે પણ સંપર્કમાં હતા.

આ સમાચાર શેર કરો