VIDEO: દર વર્ષની જેમ યાયાવર પક્ષીઓનું કચ્છમાં આગમન, 150થી વધુ પ્રજાતિના પક્ષીઓનો જામ્યો મેળાવડો
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં શિયાળો બરાબર જામતા કચ્છમાં નયનરમ્
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં શિયાળો બરાબર જામતા કચ્છમાં નયનરમ્ય પક્ષીઓનું આગમન થતું હોય છે ત્યારે આ વર્ષે પણ કચ્છના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો જામ્યો છે અને લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે.
આ પણ વાંચો: ગિરનાર પર રોપ-વે સેવા બંધ કરાઈ, અચાનક કેમ લેવાયો આવો નિર્ણય
સરહદી વિસ્તાર કચ્છમાં દર વર્ષે અનેક યાયવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન આવતા હોય છે પક્ષીઓ માટે કચ્છનું રણ છે એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે. દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો, ક્રેન પેલિકન સ્ટોર્ક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે.
ડિસેમ્બર મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું છે ભુજના હદય સમાન હમીરસર તળાવ છારીઢંઢમાં પણ ગ્રેટ વ્હાઇટ પેલિકન, બ્રાઉન પેલિકન, ગ્રે હેરોન, ગ્રેટ ઈગ્રેટ, માર્બલ્ડ ડક, પ્લોવર, વ્હાઇટ સ્ટ્રોક, કોમન ક્રેન, બઝાર્ડ વગેરે જેવા પક્ષીઓ જોવા મળી રહ્યા છે.
કચ્છની અંદર કુંજ પક્ષીઓ કે જેનું લોકસાહિત્યમાં પણ ઉલ્લેખ છે તે લાખોની સંખ્યામાં આવતા હોય છે તેમજ પેલિકન પક્ષીઓ જેને ગુજરાતીમાં ગુલાબી પેણ કહેવામાં આવે છે તેમની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે. કચ્છમાં આવેલ છારીઢંઢ કે જે ગુજરાતનું એક માત્ર કંઝરવેશન રિઝર્વ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે જ્યાં હાલમાં 1 લાખ જેટલા કોમન ક્રેન પ્રજાતિના પક્ષીઓ આવેલા છે વનવિભાગ દ્વારા પણ આ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે રેગ્યુલર પેટ્રોલીંગ કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચો: નીરો એટલે શું? શિયાળામાં પાચનતંત્ર માટે અમૃત સમાન, પણ નવસારીનો ઉદ્યોગ આ કારણે મુશ્કેલીમાં
કચ્છની અંદર જુદી જુદી જાતની વનસ્પતિઓ જોવા મળે છે જેને આરોગવા માટે દર વર્ષે શિયાળાની ઋતુમાં રશિયા અને સાઉદી અરેબિયાથી વિવિધ 150થી પણ વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે જેમાં શિકારી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. આ પક્ષીઓને પોતાના વતન જેવું જ ખોરાક અને વાતાવરણ કચ્છની અંદર મળે છે જેથી દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન 3 માસ માટે તેઓ કચ્છની મુલાકાત લે છે.








