નીરો એટલે શું? શિયાળામાં પાચનતંત્ર માટે અમૃત સમાન, પણ નવસારીનો ઉદ્યોગ આ કારણે મુશ્કેલીમાં
શિયાળાની શરૂઆત થતાં નવસારી જિલ્લામાં સ્વાસ્થ્યવર્ધક પીણું નીરો પીવાની શરૂઆત થઈ છે. સમયની

શિયાળાની શરૂઆત થતાં નવસારી જિલ્લામાં સ્વાસ્થ્યવર્ધક પીણું નીરો પીવાની શરૂઆત થઈ છે. સમયની સાથે નીરો પાડતા મજૂરોની અછત પણ સર્જાય છે. જેને કારણે મંડળી આધારિત આ ઉદ્યોગમાં મુશ્કેલી સર્જાય છે. ગુજરાત તાડગોળ મંડળી કેવી મુશ્કેલી હેઠળ કાર્યરત છે. તેના પર જોઈશું વિશે અહેવાલ.
આ પણ વાંચોઃ સુરતમાં શિયાળામાં સ્વાસ્થ્ય આપતા નીરોમાં ભેળસેળ! આરોગ્ય વિભાગ 8 જગ્યાએથી લીધા સેમ્પલ
સૂર્યોદય પહેલાં નીરો
સંસ્કૃત શબ્દ नीर પરથી નીરો શબ્દ આવ્યો હશે, નીર એટલે સત્ત્વસ્વરૂપ નીચાણ તરફ વહેતું દ્રવ-પ્રવાહી.નીરો પણ ખજૂરી કે નર-તાડવૃક્ષના ફુલગુચ્છની ડાળીમાંથી ટપકતું, એ વૃક્ષોનું પરમ સત્ત્વ-તેજ કે સારભાગ પ્રવાહી છે. પામ જાતીના વૃક્ષો જમીન માંથી પાણી ખેંચીને છેક ટોચે લાગેલા એના ફળમાં સિંચે છે. જેમકે, નારીયેળી ; નારિયેળીમાંથી પણ નીરો મળી શકે છે પણ મોટાભાગે ખજુરી જેનું વૈજ્ઞાનિક નામ Phoenix Sylvestris અને પ્રચલીત વિદેશીનામ DatePalm છે, એના વૃક્ષની ટોચે થડમાં ઘા કરીને ત્યાં હાંડી બાંધી દેતાં એમાં રાતભર ટપકી-ટપકીને પ્રવાહી જમા થાય છે, આ પ્રવાહી સૂર્યોદય પહેલા તાજેતાજું પીવાય તો એને નીરો કહે છે. પામપ્રજાતીના વૃક્ષોમાં નર અને માદા વૃક્ષ અલગ-અલગ હોય છે. તાડ- નું જે નર વૃક્ષ હોય એની ફુલમંજરીની ડાળીમાંથી ખજૂરી કરતાં સાપેક્ષે વધુ રસ ઝરે છે. આ તાડમાંથી મેળવેલ તાજો રસ પણ સૂર્યોદય પહેલાં તો નીરો જ કહેવાય છે.
મૂત્રમાર્ગના દર્દીઓ માટે ફાયદાકારક
તાજા નીરાંના ઘટકોનું આધુનિકવિજ્ઞાન દ્વારા વિશ્લેષણ માં સુક્રોઝ આશરે 12% જેટલું, થોડા પ્રમાણ માં લોહતત્વ, રીબૉફલેવીન નામનું વિટામીન અને વિટામીન સી જાણવા મળેલ છે.ડાયાબીટીક દરદીઓ માટે સહેજ આથાયેલો નીરો ઉત્તમ રહે છે કેમકે એમાં રહેલ સુક્રોઝનું આથા દ્વારા રૂપાંતર થયેલ હોય છે આથી બ્લડસુગર વધતી નથી એવું આધુનીકોનું માનવું છે.મૂત્રમાર્ગના રોગોમાં જે દરદીઓને મૂત્ર ઓછું ઉતરતું હોય એમના માટે નીરો વધુ મૂત્રઉત્પાદક બને છે.
ગાંધીજી સાથે સંકળાયેલો છે ઈતિહાસ
નીરો એ માદક પીણું હોવાની વાત આઝાદી પહેલા ગાંધીજી સુધી પહોંચી હતી જેથી ગાંધીજીએ તમામ ખજુરી અને તાડના ઝાડને કપાવી નાખવાનો આદેશ કર્યો હતો જેથી મોટેભાગના વૃક્ષોને નિષ્કંદન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા ગાંધીજીને મીરાના ઔષધીય ગુણો વિશે સમજાવતા પરિવાર વૃક્ષોને વાવવાની હાકલ કરવામાં આવી હતી ને ત્યારથી અત્યાર સુધી નીરા ઉદ્યોગ ની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે.
તાડ પર ચડવું જોખમી
નવસારી જિલ્લાના બોર્ડર પાસે આવેલા દેદવાસણ ગામે ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા સંચાલિત ઉતારવાની કામગીરી વર્ષોથી કાર્યરત છે જેમાં વહેલી સવારથી કર્મચારીઓ ખજુરી અને તાડના વૃક્ષ પર બાંધેલા માટલાને ઉતારી લાવીને તેનું વેચાણ કરે છે, અહીં 700 જેટલા દાળના વૃક્ષ છે અને 100 જેટલા ખજુરીના વૃક્ષ છે જેમાંથી નીરાનું વેચાણ કરવામાં આવે છે. વૃક્ષ પરથી નિરાંને ઉતારનાર કર્મચારીને તરવાડા તરીકે સંબોધવામાં આવે છે જેને એક લીટરના 22 રૂપિયા લેખે મજૂરી ચૂકવાય છે, આ વિસ્તારમાં ચાર જેટલા મજૂરો કામ કરે છે જે દરરોજ જોખમી રીતે ખજૂર અને તાડના વૃક્ષ પર ચડે છે જે 60 ફૂટ થી વધુ ઊંચા હોય છે, 60 ફૂટ થી ઊંચા વૃક્ષ પર ચઢીને નીરો ઉતારવું એ હવે જોખમી બન્યું છે અને તેમાં ધીરે ધીરે મજૂરો ઓછા મળી રહ્યા છે જેથી આ ઉદ્યોગમાં ટેકનોલોજી ની મદદ લેવાય તેવી પણ માંગ ઉઠી રહી છે.








