અમદાવાદમાં વાહનચોર ગેંગનો પર્દાફાશ, 11 બાઈક સાથે 3 આરોપી ઝડપાયા

અમદાવાદમાં LCB ઝોન-7 દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાહન ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં બિપીન પરમાર, અરકાન મલેક અને સાહિલખાન મણિયારનો સમાવેશ થાય છે.
10 ગુનાઓનો ભેદ ઉકેલાયો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અમદાવાદ શહેર, ગ્રામ્ય વિસ્તાર અને હાઈવે પર વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. અગાઉ 23 ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવેલા કુખ્યાત વાહનચોરને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.
આરોપીઓ પાસેથી કુલ 11 મોટરસાયકલ કબજે કરવામાં આવી છે. આ કાર્યવાહીથી વાહન ચોરીના 10 વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.






