મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્ટેશન જતા પહેલાં આ વાંચી લેજો! આ રૂટ પર દોડતી એક્સપ્રેસ ટ્રેનને લઈને રેલવેનો મોટો નિર્ણય

સ્ટેશન જતા પહેલાં આ વાંચી લેજો! આ રૂટ પર દોડતી એક્સપ્રેસ ટ્રેનને લઈને રેલવેનો મોટો નિર્ણય
તસવીર: gstv

ગાંધીગ્રામ અને સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે ટેકનિકલ કામગીરી માટે રેલવે તંત્ર દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. જેને પગલે ટ્રેન નંબર 12548 (ગાંધીગ્રામ–આગ્રા કેન્ટ એક્સપ્રેસ) ના રૂટમાં 12 ઓક્ટોબરના રોજ ફેરફાર કરાયો છે.

બદલાયેલો રૂટ અને સમયપત્રક

આ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ચાંદખેડા-મહેસાણાને બદલે ડાયવર્ટ કરીને દોડાવાશે.

નવો રૂટ: ગાંધીગ્રામ, બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ અને મહેસાણા થઈને આગળ વધશે.

ઉપડવાનો સમય: આ ટ્રેન ગાંધીગ્રામથી સાંજે 4:40 વાગ્યે રવાના થશે.

મુસાફરીનો સમય વધશે અને સંભવિત વિલંબ

આ રૂટમાં ફેરફાર થવાથી ટ્રેને વધુ અંતર કાપવું પડશે. આ કારણે આગ્રા કેન્ટ સુધીની મુસાફરીનો સમય વધી જશે. જો કે, આ બદલાયેલા રૂટને લીધે ટ્રેનના સંચાલન અને વિવિધ સ્ટેશનો પર આગમનના સમય પર પણ અસર પડી શકે છે. પ્રવાસ સમયમાં કુલ કેટલો વધારો થશે તેની સત્તાવાર વિગતો રેલવે દ્વારા જાહેર કરાઈ નથી.

રેલવે તંત્રની મુસાફરોને અપીલ

રેલવે વિભાગ દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, ઘરની બહાર નીકળતા પહેલાં અથવા મુસાફરીનું આયોજન કરતી વખતે ટ્રેનના બદલાયેલા રૂટ અને સમય અંગેની અદ્યતન (લેટેસ્ટ) માહિતી ચકાસી લેવી, જેથી પ્રવાસ દરમિયાન કોઈ અગવડ ન પડે.

આ સમાચાર શેર કરો