Junagadh: ભવનાથ મંદિરનો કબજો વહીવટી તંત્રના હસ્તક, મંહત હરીગીરીની કરાઈ હકાલપટ્ટી
જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરનો વહીવટ આજે, 1 ઓગસ્ટ 2025થી વહીવટી તંત્રના હાથમા
જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરનો વહીવટ આજે, 1 ઓગસ્ટ 2025થી વહીવટી તંત્રના હાથમાં આવી ગયો છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મંદિર પહોંચી વિધિવત કબજો સંભાળ્યો. આ પ્રસંગે મંદિરની સાફ-સફાઈ અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું, અને સાંજે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
દાન, પૂજા કે ભેટ માટે નવી નંબર
વહીવટી તંત્ર દ્વારા ભક્તો માટે એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવશે, જેના પર દાન, પૂજા કે ભેટ આપવામાં આવશે. આ નંબર દ્વારા જ તમામ વહીવટી કામગીરી સંચાલિત થશે. પૂજારીઓ દ્વારા નિયમિત પૂજા-આરતી અને સાધુ-સંતો દ્વારા પૂજા-અર્ચના યથાવત ચાલુ રહેશે.
હરીગીરી અને ભૂતનાથના મહંત મહેશગીરી વચ્ચેનો વિવાદ
આ ઘટનાના કેન્દ્રમાં ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરીગીરી અને ભૂતનાથના મહંત મહેશગીરી વચ્ચેનો વિવાદ છે. મહેશગીરીએ હરીગીરી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં પ્રેમગીરી અતિથિભવનના ગેરકાયદેસર બાંધકામનો પણ સમાવેશ થાય છે.
આજે ભવનાથ મંદિરનો તંત્રએ વિધિવત વહીવટ સંભાળ્યા બાદ ભૂતનાથના મહંત મહેશગીરીએ તેમની પ્રતિજ્ઞા મુજબ ભવનાથ મહાદેવને જળ ચડાવી પોતાનો સંકલ્પ પૂરો કર્યો હતો અને તેમણે ચેલેન્જ કરી છે કે જ્યાં સુધી ભવનાથના પૂર્વ મહંત હરિગીરીને જેલમાં નહીં મોકલુ ત્યાં સુધી હું શાંતિથી જંપીશ નહીં.
હરીગીરીએ અનેક સાધુઓ સાથે અન્યાય કર્યો છે. હવે અખાડાએ પણ હરીગીરી સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી મહેશગીરીએ માંગ કરી છે. આજે ભવનાથ મંદિરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાધુ સંતો વચ્ચે કોઇ ડખ્ખો ન થાય તે માટે આજે ભવનાથ મંદિર આસપાસ અને મંદિરમાં પોલીસના ધાડેધાડા ગોઠવી દેવામાં આવ્યા હતા.
મહેશગીરીએ પોતાની પ્રતિજ્ઞા મુજબ, હરીગીરીને મંદિરમાંથી હટાવ્યા બાદ ભવનાથ મહાદેવને જળ ચડાવી અને તેમના ગુરુ તનસુખગીરીની સમાધિ પર પુષ્પ અર્પણ કરી સંકલ્પ પૂરો કર્યો.







