Junagadh: માછીમારો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પ્રતિબંધ હોવા છતાં માછીમારી માટે ગયા હતા સ્થાનિકો
માંગરોળમાં માછીમારોએ પોલીસ સાથે ઝપાઝપી કરી છે. બે થી ત્રણ હોડી ગઈ કાલે માછીમારી માટે ગઈ હતી,જેની જાણ માંગરોળ
માંગરોળમાં માછીમારોએ પોલીસ સાથે ઝપાઝપી કરી છે. બે થી ત્રણ હોડી ગઈ કાલે માછીમારી માટે ગઈ હતી,જેની જાણ માંગરોળ મરીન પોલીસને થતાં તે દરિયા કાંઠે પહોંચ્યા હતા. અને પોલીસ માછીમારી કરવા ગયેલી હોડીને પરત દરીયા કાંઠે લાવી હતી, જે બાદ સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, આ ઘટના શીલબારા ગામની છે. નોંધનીય છે કે વરસાજની સિઝનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે અને માછીમારી માટે કોઈ ટોકન પણ આપવામાં આવતુ નથી. ત્યારે પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા ગયેલા માછીમારોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. હાલમાં પોલીસે આ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.



