Rajkot: લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં, 143 જેટલા પ્લોટની હરાજી બાકી
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે આ અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં મેળાની સુરક્ષા, સ્વચ્છતા, અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વિગતો તેમણે જાહેર કરી છે.
જીલ્કલા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું કે, રાજકોટ લોકમેળાનું ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવશે. આ ઉપરાંત, મેળાની શોભા વધારવા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા
કલેક્ટરે જણાવ્યું કે, લોકમેળામાં સુરક્ષાને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. મેળા સ્થળે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ માટે વિશેષ રસ્તાઓ આરક્ષિત રાખવામાં આવશે. આ ઉપરાંત, લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે એક ગેટ પરથી પ્રવેશ અને એક્ઝીટ નિયંત્રિત કરવામાં આવશે.
પ્લોટની હરાજી બાકી
મેળામાં કુલ 238 પ્લોટમાંથી 143 પ્લોટની હરાજી હજુ બાકી છે. આ પ્લોટની હરાજી નહિ થાય તો તે સરકારી અથવા સામાજિક સંસ્થાઓને ફાળવવામાં આવશે. 26થી 28 જુલાઈ દરમિયાન ખાણી-પીણી, રમકડાં, અને યાંત્રિક ચકરડીઓના પ્લોટની હરાજી અને ડ્રોની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
લોકમેળામાં ખાસ આકર્ષણ તરીકે અઘોરી ગ્રુપ દ્વારા યોજાનાર પરફોર્મન્સ મેળાનું મુખ્ય કેન્દ્ર બનશે. આ ઉપરાંત, કૃપા પટેલ, રાજ ગઢવી સહિત અનેક જાણીતા કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે








