મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: ધર્મેન્દ્રસિંહજી કોલેજની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગના દરોડા, જાણો શું છે કારણ

ગુજરાત રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં&n

Rajkot news: ધર્મેન્દ્રસિંહજી કોલેજની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગના દરોડા, જાણો શું છે કારણ

ગુજરાત રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગે મોડી રાત સુધી તપાસ હાથ ધરી. 30 લાખથી વધુના દસ્તાવેજોની નોંધણીની વિગતો એકત્ર કરવામાં આવી છે.

 TDS અને ઈન્કમટેક્સ ચોરી કરે છે

ખાસ કરીને મોટેરા, 150 ફૂટ રીંગ રોડ, નાના મવા અને કાલાવડ રોડ જેવા સમૃદ્ધ વિસ્તારોમાં થયેલા જમીન, મકાન અને ફ્લેટના વેચાણની માહિતી ઝીણવટથી તપાસાઈ. આવકવેરા વિભાગને શંકા છે કે મોટા બિલ્ડરો ઉંચા ભાવે પ્રોપર્ટીનું વેચાણ કરી, જંત્રી દરે દસ્તાવેજો નોંધાવી TDS અને ઈન્કમટેક્સ ચોરી કરે છે.

રાજકોટના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખળભળાટ મચ્યો

આ ગેરરીતિઓને લગતી વિગતો એકત્ર કરી, વિભાગે મોટા બિલ્ડરો સામે કડક કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે. આ તપાસથી રાજકોટના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખળભળાટ મચ્યો છે, અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો