મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજુલાના ખેરા ગામે દરિયામાં પગ લપસતાં સગીરાનું ડૂબી જવાથી મોત

રાજુલાના ખેરા ગામે દરિયામાં પગ લપસતાં સગીરાનું ડૂબી જવાથી મોત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામના દરિયાકિનારે શૌચક્રિયા માટે ગયેલી સગીરા અકસ્માતે પગ લપસી જતાં દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેથી ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર ખેરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

શૌચક્રિયા અર્થે ગઈ અને દુર્ઘટના ઘટી

મળતી વિગતો અનુસાર, ખેરા ગામની સેતુબહેન શિયાળ નામની સગીરા ગામ નજીક આવેલા દરિયાકિનારે શૌચક્રિયા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક કિનારા પરથી તેનો પગ લપસી ગયો હતો અને ધસમસતા પાણીમાં તણાઈને ગરકાવ થઈ ગઈ હતી. ટનાની જાણ થતાં જ રાજુલાના તાલુકા વિકાસ અધિકારી (TDO), મામલતદારની ટીમ તેમજ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન દરિયાના પાણીમાં સગીરાનો મૃતદેહ ઉપર તરતો જોવા મળતાં સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પોલીસે સગીરાના મૃતદેહનો કબ્જો મેળવીને કાયદેસરનું પંચનામું કર્યું હતું અને તેને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો