VIDEO: રાજુલાના ધુડીયા આગરીયા ગામે સિંહોના આંટાફેરા વધ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ
અમરેલીના રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામમાં ત્રણ સિંહો શિકા

અમરેલીના રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામમાં ત્રણ સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા છે. સિંહોએ પશુઓની પાછળ દોટ મૂકતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બે દિવસ પહેલાં પણ એક સિંહનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સિંહોના સતત આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.ગામના લોકો રાત્રે ઘરની બહાર નીકળવામાં હવે અચકાતા થયા છે. વન વિભાગની ટીમે આ વિસ્તારમાં સતર્કતા વધારી છે અને સિંહોને ટ્રેક કરવાની કામગીરી શરૂ કરી છે.


