Junagadh: ભવનાથ મંદિરમાં પ્રથમવાર આવ્યું સરકારનું શાસન, મહંતને બદલે વહીવટદારની નિમણૂંક
જૂનાગઢના ભવનાથ મંદિરમાં હવે સરકારનું શાસન આવ્યું છે. ગઈકાલે GSTVએ તારણ કાઢ્યું હતું કે ભવનાથમાં સ

જૂનાગઢના ભવનાથ મંદિરમાં હવે સરકારનું શાસન આવ્યું છે. ગઈકાલે GSTVએ તારણ કાઢ્યું હતું કે ભવનાથમાં સરકારનું શાસન આવી શકે છે. મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટર પ્રાંત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. મહંત હરીગીરીની મુદત આજે પૂર્ણ થતા તંત્રએ આ નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે મહંત હરીગીરી અને મહેશગીરીનો ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મહંત હરીગીરી સામે મહેશગીરીએ અનેક આક્ષેપો કર્યા હતા. હરીગીરીએ સાધુ સંતો અને કલેકટરોને મંહત બનવા કરોડો રૂપિયા દીધાના કાગળો જાહેર કરાયા હતા. સાથે જ ભવનાથ મંદિરના પ્રેમગીરી અતિથિ ભવન નામનું પાચ માળનું બિલ્ડિંગ મનપાની મંજૂરી વગર બનાવી નાખ્યું છે અને તેનો ટ્રસ્ટના હિસાબોમાં ઉલ્લેખ કર્યો નથી. આવા અનેક વિવાદો વચ્ચે પ્રથમવાર ભવનાથ મંદિરમાં સાધુને બદલે વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારી આજે સત્તાવાર ચાર્જ સંભાળી લેશે.



