મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મળતિયા પોષિત થયાં પણ બાળકો કુપોષિત જ રહ્યાં, કરોડોની ગ્રાન્ટ છતાંય કુપોષણને દૂર કરવામાં સરકાર નિષ્ફળ

કુપોષણ મુક્ત ગુજરાતના નારાં લગાવાઈ રહ્યા છે. લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવવામાં આવી છે

મળતિયા પોષિત થયાં પણ બાળકો કુપોષિત જ રહ્યાં, કરોડોની ગ્રાન્ટ છતાંય કુપોષણને દૂર કરવામાં સરકાર નિષ્ફળ

કુપોષણ મુક્ત ગુજરાતના નારાં લગાવાઈ રહ્યા છે. લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવવામાં આવી છે, તેમ છતાંય કુપોષણને દૂર કરવામાં સરકારને સફળતા મળી નથી.  રાજ્યમાં કુપોષણનો શિકાર બાળકોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે.  

બાળકોની સંખ્યામાં 1,71,570 રહી

સંસદમાં ખુદ કેન્દ્ર સરકારે રજૂ કરેલાં રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની કેવી સ્થિતિ છે તેનો ખુલાસો થયો છે. જૂન-2025 સુધી ગુજરાતમાં ઓછું વજન ધરાવતાં આદિવાસી બાળકોની સંખ્યામાં 1,71,570 રહી છે, જ્યારે અતિ ઓછું વજન ધરાવતાં 1,11,865 આદિવાસી બાળકો છે. ઓછી ઉંચાઈ ધરાવતાં 37,695 બાળકો છે. કુલ મળીને 3,21,127 આદિવાસી બાળકો કુપોષિત છે.

રાજ્યમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણમુક્ત ગુજરાત અભિયાન, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રીસુરક્ષા માતૃત્વ યોજના. મમતા અભિયાન સહિતની સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે. દર વર્ષે કુપોષણ દૂર કરવાના નામે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવે છે તેમ છતાંય ગુજરાતમાં કુપોષણની સ્થિતિ યથાવત રહી છે. ગુજરાત કરતાં બિહાર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, કેરાલા, તમિલનાડુમાં કુપોષિત આદિવાસી બાળકોની સંખ્યા ઓછી છે.

કુપોષણના દરમાં ચિંતાજનક હદે વધારો 

ગુજરાત કરતાં બિહાર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, કેરલા, તમિલનાડુમાં કુપોષિત આદિવાસી બાળકોની સંખ્યા ઓછી છે. ટૂંકમાં, ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં કુપોષણને લઈને વધુ ધ્યાન અપાયુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. જોકે, સરકારના દાવો એવો છેકે, જનજાગૃતિના અભાવ, આર્થિક ગરીબી, અપુરતો આહાર સહિત અન્ય કારણોસર કુપોષણની સ્થિતીમાં સુધાર આવી શક્યો નથી. કરોડો રૂપિયા બજેટ ખર્ચાયા પછી પણ કુપોષણના દરમાં ચિંતાજનક હદે વધારો થયો છે એનો અર્થ કે, મળતિયા-ભ્રષ્ટ અધિકારીઓ પોષિત થઈ રહ્યાં છે

આ સમાચાર શેર કરો