મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: 'ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું', કોંગી નેતા શાહનવાઝ શેખે પૂર્વ ભાજપ ધારાસભ્યને આડે હાથ લીધા

ખાડિયામાં કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે નિવેદન આપ્યું છે કે ખાડિયામાં ભૂષણનું દૂષણ

સોર્સ: gstv

ખાડિયામાં કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે નિવેદન આપ્યું છે કે ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું છે. ખાડિયાને અમે ઇઝરાયલ નહિ બનવા દઈએ, અમે કીધું હતું. ખાડિયા યહૂદીઓના ઇશારે નહિ ચાલે. ખાડિયાની જનતાએ ભ્રષ્ટાચારને હરાવ્યો છે અને ખાડિયામાં ઇતિહાસ સર્જ્યો છે. 

કોંગ્રેસના વિજેતા ઉમેદવારો

ખાડિયાની પ્રજાએ કોંગ્રેસની આખી પેનલને વિજયી બનાવી છે:

મીના નાયક
બીરજુબેન ઠક્કર
ધ્રુવ કલાપી
મોહમ્મદ ઇલિયાસ પઠાણ
 
ભાજપની હારના 3 મુખ્ય કારણો

‘ખાડિયા બચાવો આંદોલન’ 

ખાડિયામાં આડેધડ વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં ભારે રોષ હતો. આ મુદ્દે ખાડિયા બચાવો આંદોલન ચલાવતા આગેવાને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર જેવા દિગ્ગજોને મોકલી તેમને મનાવવા પ્રયાસ કર્યા, પણ નિષ્ફળતા મળી, જે ભાજપને ભારે પડ્યું.

હેરિટેજની ઓળખ અને સ્થળાંતર

ઐતિહાસિક પોળો ધરાવતો આ વિસ્તાર કોમર્શિયલ બાંધકામોને કારણે પોતાની અસલ ઓળખ ગુમાવી રહ્યો છે. પરિવારો મોટા થતા અને સમસ્યાઓ વધતા મૂળ અમદાવાદીઓ (ભાજપની પરંપરાગત વોટબેંક) અહીંથી સ્થળાંતર કરી ગયા છે. એસઆઇઆર બાદ અહીંથી અંદાજે 25,000 જેટલા મતદારોના નામ કમી થયા, જે હારનું નિર્ણાયક કારણ બન્યું.

સ્થાનિક પ્રશ્નો વિરુદ્ધ વિકાસનો દાવો

ભાજપે આ વખતે પણ વિકાસના મુદ્દે મત માંગ્યા હતા, પરંતુ સ્થાનિકો માટે હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ કોમર્શિયલ બાંધકામ રોકવા એ મુખ્ય મુદ્દો હતો. કોંગ્રેસ અને અપક્ષોએ આ જ નસો પકડીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.

આ સમાચાર શેર કરો