મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રાંતિજના મજરામાં બે જૂથ વચ્ચે અથડામણ,પથ્થરમારા બાદ ગાડીઓ સળગાવાઇ; 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત

સાબરકાંઠાના પ્રાંતિજના મજરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બે જૂથ વચ્ચે અથડામણ બાદ ગામમાં સ્થિતિ વણસી હતી. સાબરકાં

સાબરકાંઠાના પ્રાંતિજના મજરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બે જૂથ વચ્ચે અથડામણ બાદ ગામમાં સ્થિતિ વણસી હતી. સાબરકાંઠા પોલીસની ગૌર નિષ્ફળતાને પગલે અસામાજિક તત્ત્વો દિવાળીના તહેવાર દરમિયાન બેફામ બન્યા છે.મજરામાં મકાનો સહિતના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. મકાનોના કાચ ઇલેક્ટ્રિક સામાન સહિતના માલજાનને નુકસાન થયું હતું.

મજરામાં બે જૂથ વચ્ચે અથડામણ

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાનું મજરા ગામમાં રાત્રી દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાયો હતો. અસામાજિક તત્વોના બેફામ બનેલા ટોળાંએ ગામમાં રીતસરનું ધીંગાણું મચાવ્યું હતું. ગામમાં હિંસક બનેલા હુમલાખોરોએ એકજ કોમના લોકો પર લાકડીઓ, તીક્ષ્ણ હથિયારો અને દંડાઓ વડે ઢોર માર માર્યો હતો. સાથે જ એક કોમને નિશાન બનાવીને તેમના રહેણાંક મકાનો અને દુકાનોમાં વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. મકાનોના કાચ, ઇલેક્ટ્રિક સામાન અને વાહનોને નિશાન બનાવીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

આ હિંસક ઘટનામાં આશરે 28 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેમને પ્રાંતિજ અને હિંમતનગર સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થાનિકોમાં સાબરકાંઠા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામના સીસીટીવી ફૂટેજ અને વિડીયો પણ ચોંકાવનારી હકીકત રજૂ કરી રહ્યા છે, જેમાં સ્પષ્ટ થાય છે કે હુમલાખોરોએ ખુલ્લેઆમ ગુંડાગીરી આચરી હતી. આ ઘટના સાબરકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન વધી રહેલા અસામાજિક તત્વોના દૂષણ તરફ આંગળી ચીંધે છે. તેમજ ગામમાં રહેતા એક પરિવારને આંગણે પાંચમના દિવસે લગ્નની શરણાઈ વાગવાની છે અને તેના ઘરે ઉશ્કેરાયેલા ટોળાએ વાહનમાં આગ ચંપી સહિત મકાનમાં તોડફોડ કરતા શુભ અવસરના આંગણે હુમલાખોરોને પગલે મુસીબતનો અવસર સાબિત થયો છે.

વાહનોમાં અસામાજિક તત્ત્વોએ લગાવી આગ

આ સાથે જ પ્રાંતિજના મજરામાં રહેતા સ્વજનોના આંગણે આવેલા મહેમાનના વાહનને પણ અસામાજિક તત્ત્વોએ બાનમાં લીધું હતું. તો એકતરફ સુરક્ષિત અને સલામતીની વાતો વરચે દિનપ્રતિદિન સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખાડે જતો જોવાઈ રહ્યો છે. જોકે મહેમાન ગતિએ આવેલા સ્વજનના વાહનને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે. કે સુઆયોજિત કાવતરું રચીને આવેલું હિંસક ટોળું ગામમાં વસવાટ કરતી અન્ય કોમ પર ભારી પડ્યું છે. સાથેજ ગામમાં હિંસક બનેલા ટોળાએ દિવાળીના તહેવાર ટાણે સામેની કોમના લોકોની દિવાળી ભયમાં પરિવર્તિ છે. ત્યારે હાલના તબ્બકે ગામમાં રહેતા લોકો સહિત બહારથી આવેલા સ્વજનો પણ લુખ્ખા તત્વોના આતંકથી પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે...

મજરામાં પોલીસ કાફલો ખડકાયો

ઘટનાની ગંભીરતા જોતા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશથી એલસીબી, એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો મજરા ગામમાં ખડકી દેવાયો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે. જોકે આ ઘટનામાં પોલીસની ગૌર નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે અસામાજિક તત્વો બેફામ બનતા અહીંયા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. હાલ પોલીસે તોડફોડ અને હિંસા આચરનારા તત્વો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો