VIDEO: અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ,ડોગ સ્કોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબ
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.
આજે સવારે વિવિધ સ્કૂલોને શંકાસ્પદ ઈમેઈલ મળ્યો
આજે સવારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
આ સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો
ઝેબર સ્કૂલ, થલતેજ
મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ
DAV ઈન્ટરનેશલ, મકરબા
નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
ઝાયડસ સ્કૂલ, વેજલપુર
CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
આવિષ્કાર સ્કૂલ, કલોલ
જેમ્સ એન્ડ જેમિસન, ખોરજ-ખોડિયાર
સ્કૂલમાં બોમ્બની ધમકી
અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. આજે સવારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું હતું.
અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈમેઈલ મળી ચૂક્યા
બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ઈમેઈલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈમેઈલ મળી ચૂક્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું હતું.
ડીએવી સ્કૂલના વાલીઓને ઓડિયો મેસેજ દ્વારા જાણ કરાઈ
ડીએવી સ્કૂલને બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને લેવા સ્કૂલે દોડી દોડીને આવી રહ્યા છે. સ્કૂલ દ્વારા બાળકોને ઘરે લઈ જવામાં આવી રહ્યા છે. ડીએવી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા છતાં પોલીસની એક જ ગાડી છે ફાયર કે બોમ્બસ્કોડની કોઈપણ ગાડી અહીં હજુ સુધી પહોંચી નથી.
ડીએવી સ્કૂલ દ્વારા વાલીઓને ઓડિયો મેસેજ કરીને જાણ કરવામાં આવી રહી છે કે તમારા બાળકોને એક કલાક પહેલાં છોડી રહ્યા છીએ તો લઈ જાવ. જોકે વાલીઓને સ્કૂલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકીભર્યો મેલ કર્યો હોવાની જાણ કરવામાં આવી ન હતી. હાલ ડીએવી સ્કૂલના બાળકોને ગ્રાઉન્ડમાં બેસાડીને વાલીઓ લેવા આવે તે મુજબ નામ એનાઉન્સ કરીને બાળકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે.








