મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત સહિત 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેઈલ કરનારી યુવતીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન 

ગુજરાત અને દેશના 11 રાજ્યોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેઈલ મોકલીને આતંક મચાવનારી ર

ગુજરાત સહિત 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેઈલ કરનારી યુવતીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન 

ગુજરાત અને દેશના 11 રાજ્યોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેઈલ મોકલીને આતંક મચાવનારી રેની જોસિલ્ડાના અમદાવાદમાં નોંધાયેલા તમામ કેસ માટે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ચેન્નઈની રહેવાસી અને રોબોટિક્સની ડિગ્રી ધરાવતી રેની અમદાવાદ શહેરને કુલ 21 ધમકીભર્યા મેઈલ મોકલ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મૂકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં અગાઉ તેને જામીન મળ્યા હતા. જ્યારે સરખેજની ફરિયાદ અને બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના કેસમાં સેશન્સ કોર્ટે રેનીના જામીન નકાર્યા હોવાથી તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે રેનીના શરતી જામીન મંજૂર કર્યા છે. 

રેનીના ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા

અમદાવાદ શહેરને કુલ 21 ધમકીભર્યા મેઈલ કરનારી રેનીના ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. હોઈકોર્ટે કહ્યું કે, આરોપી રેનીના બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના અને સરખેજની ફરિયાદના કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. રેની માનસિક ડિસ્ટર્બ વ્યક્તિ જણાય છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઈમની છ મહિનાની સઘન મહેનત બાદ ધમકીભર્યા મેઈલ કરનારી રેની નામની યુવતીની ચેન્નઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. રેની જોસિલ્ડાએ દેશના વિવિધ 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ ઈ-મેઈલથી આપી હતી. આરોપી રેની જોસિલ્ડાએ છેલ્લે મેઈલ સિવિલ હોસ્પિટલને કર્યો હતો, જેમાં તેણે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની જવાબદારી લીધી હતી. આ મેઈલ બાદ પોલીસ વધુ સક્રિય બની અને તપાસનો ધમધમાટ તેજ બન્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઈમની સંયુક્ત ટીમે છ મહિના સુધી દિવસ-રાત એક કરીને આ યુવતીને શોધી કાઢી હતી. 

જેસીપી ક્રાઈમ બ્રાન્ચ શરદ સિંઘલે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં રેની જોસિલ્ડાના આ કૃત્ય પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. રેની એક યુવકના એકતરફી પ્રેમમાં પાગલ હતી. તે યુવકે રેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ યુવક પ્રત્યેની ધિક્કાર અને બદલો લેવાની ભાવનાથી પ્રેરાઈને રેનીએ આ ભયાવહ કાવતરું રચ્યું હતું.

આ સમાચાર શેર કરો