મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO/ 'યુદ્ધ હવે અંતની નજીક છે, પરંતુ હજી સમાપ્ત થયું નથી', મંત્રણાના બીજા રાઉન્ડની તૈયારીઓ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સં

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઈને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. બુધવારે એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેનું યુદ્ધ હવે "અંતની ખૂબ જ નજીક" છે. જોકે, આ આશાસ્પદ નિવેદનની સાથે તેમણે કડક ચેતવણી પણ આપી છે કે અમેરિકાનું સૈન્ય અભિયાન હજુ સંપૂર્ણ રીતે સમાપ્ત થયું નથી.

મંત્રણાના બીજા રાઉન્ડની તૈયારીઓ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને અનેક રાજદ્વારી પ્રયાસો વચ્ચે વોશિંગ્ટન હવે તેહરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે 'ફોક્સ બિઝનેસ' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મને લાગે છે કે તે લગભગ પૂરું થઈ ગયું છે. હા, હું તેને અંતની ખૂબ નજીક જોઈ રહ્યો છું."

નાકાબંધીથી ઈરાન ઘેરાયું?

અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામાબાદમાં અગાઉની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz) માં ઈરાની બંદરો પર કડક નૌકાદળ નાકાબંધી લાગુ કરી છે. હજારો અમેરિકી સૈનિકો અને યુદ્ધ જહાજો દ્વારા કરવામાં આવેલી આ નાકાબંધીને કારણે ઈરાન જતાં અનેક જહાજોને પાછા ફરવાની ફરજ પડી છે. ટ્રમ્પનું માનવું છે કે આ આર્થિક અને લશ્કરી દબાણને કારણે હવે ઈરાન કોઈપણ ભોગે 'ડીલ' કરવા માંગે છે.

ટ્રમ્પની ચેતવણી

યુદ્ધ સમાપ્ત થવાના સંકેતો આપ્યા બાદ તરત જ ટ્રમ્પે પોતાની આક્રમક શૈલીમાં કહ્યું કે, "જો હું અત્યારે બધું સંકેલી લઉં (પીછેહઠ કરું), તો તેમને (ઈરાનને) દેશ ફરી બેઠો કરતા 20 વર્ષ લાગશે. અમે હજુ કામ પૂરું કર્યું નથી. જોઈએ આગળ શું થાય છે, પણ મને લાગે છે કે તેઓ ખૂબ જ ખરાબ રીતે સમજૂતી કરવા ઈચ્છે છે."

આ સમાચાર શેર કરો